અબુ ધાબી: યુએઈના અજમાન બજારમાં બુધવાર રાતે 6:30 કલાકે અચાનક આગ લાગી હતી. આ આગની ઝપેટ એટલી તીવ્ર હતી કે, સંપૂર્ણ બજાર બળીને ખાખ થયું છે. મળતી જાણકારી અનુસાર, આ આગ ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં લાગી હતી. ફાયર ફાઈટરની 7 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ આગની ઘટનામાં કેટલીક દુકાનો ઝપેટમાં આવી હતી. કોરોના મહામારીને કારણે સમગ્ર બજાર ખાલી હતી. જેને લઈ લોકોના જાન બચી ગઈ છે. જો કદાચ બજાર ચાલુ હોત તો મોટી જાનહાની થાત.