કરાચી: પાકિસ્તાનમાં તાજેતરમાં વિમાન દુર્ઘટનાના કારણોની તપાસ માટે એરોસ્પેસ કંપની 'એરબસ'ના ટેકનિકલ નિષ્ણાતોની ટીમ પાકિસ્તાન પહોંચી છે. આ વિમાન દુર્ઘટનામાં 97 લોકોનાં મોત થયા હતાં.
અહેવાલો અનુસાર ફ્રાંસના ટુઉલોસમાં એરબસ ઓફિસના નિષ્ણાતો અહીં જિન્ના આંતરરાષ્ટ્રીય વિમાન મથકના રન-વેનું નિરીક્ષણ કરશે. સાથે જ શુક્રવારે PIAનું પીકે -8303 વિમાન ક્રેશ થયું છે, તે સ્થળનું પણ નિષ્ણાંતો નિરીક્ષણ કરશે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, નિષ્ણાતો વિમાન દુર્ઘટનાના કારણો અંગે સ્વતંત્ર તપાસ કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, એરબસ એ-320 એન્જિન ખામીને કારણે ક્રેશ થયું હતું. અકસ્માત થયો ત્યારથી જ પાકિસ્તાની અધિકારીઓએ સ્થળને ઘેરી લીધું હતું અને તપાસ ન થાય ત્યાં સુધી ત્યાંથી કંઈ પણ હટાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
એરબસે એ -320 સંચાલિત તમામ એરલાઇન્સને પત્ર લખીને જણાવ્યું છે કે, તે PIA એર ફ્રાંસ અને એન્જિન ઉત્પાદક સીએફએમ ઇન્ટરનેશનલને પોતાનો સંપૂર્ણ સમર્થન આપશે.