ETV Bharat / international

તુર્કી નજીક ગ્રીક ટાપુ પર ભૂકંપના આંચકા

તુર્કી નજીક ગ્રીક ટાપુ પર 5.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર નિસિરોસથી 23 કિલોમીટર (14.3 માઇલ) દક્ષિણ -પશ્ચિમમાં હતું. વાંચો સંપૂર્ણ સમાચાર ...

તુર્કી નજીક ગ્રીક ટાપુ પર ભૂકંપના આંચકા
તુર્કી નજીક ગ્રીક ટાપુ પર ભૂકંપના આંચકા
author img

By

Published : Aug 1, 2021, 8:53 PM IST

  • તુર્કી નજીક ગ્રીક ટાપુ પર 5.4 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
  • ભૂકંપનું કેન્દ્ર નિસિરોસથી 23 કિલોમીટર દક્ષિણ -પશ્ચિમમાં
  • એથેન્સ સ્થિત ઈન્સ્ટિટ્યૂટ ઓફ જીઓડાયનેમિક્સએ આપી માહિતી

એથેન્સ: રોડ્સની પશ્ચિમમાં નાના ગ્રીક ટાપુ નિસિરોસ નજીક રવિવારે 5.4 ની તીવ્રતાનો ભૂકંપ એજીયન સમુદ્રમાં આવ્યો હતો. એથેન્સ સ્થિત ઈન્સ્ટિટ્યૂટ ઓફ જીઓડાયનેમિક્સએ આ માહિતી આપી.

નિસિરોસથી 23 કિલોમીટર (14.3 માઇલ) દક્ષિણ -પશ્ચિમમાં ભૂકંપનું કેન્દ્ર

ભૂકંપનું કેન્દ્ર નિસિરોસથી 23 કિલોમીટર (14.3 માઇલ) દક્ષિણ -પશ્ચિમમાં હતું. નિસિરોસ એક નાનો ટાપુ છે જે આશરે 1,000 ની વસ્તી ધરાવે છે. તે એક સક્રિય જ્વાળામુખી સાથે ગોળાકાર ટાપુ છે.

સ્થાનિક સમય પ્રમાણે સવારે 7:31 વાગ્યે આવ્યો ભૂકંપ

સંસ્થાએ અહેવાલ આપ્યો છે કે, ભૂકંપ સ્થાનિક સમય પ્રમાણે સવારે 7:31 વાગ્યે (0431 GMT) થયો હતો, જેની 15 ઉેડાઈ 15.6 કિલોમીટર (9.7 માઈલ) હતી.

5.5 ની ભૂકંપની તીવ્રતા

તુર્કીના મુગલા પ્રાંતના દરિયાકાંઠાના શહેર ડાટકામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તુર્કીની ઇમરજન્સી અને ડિઝાસ્ટર ઓથોરિટી AFAD એ ભૂકંપને 5.5 ની તીવ્રતા જણાવી હતી. તુર્કીના અધિકારીઓએ કોઈ નુકસાનની જાણ કરી નથી.

આ પણ વાંચો: Earthquake: રાજસ્થાનના બિકાનેરમાં આવેલા ભૂકંપની નોંધાઈ 5.3ની તીવ્રતા તો લદ્દાખ-મેઘાલયની પણ ધરા ધ્રુજી

અગાઉ, શનિવારે મોડી રાત્રે અને રવિવારની શરૂઆતમાં અનુક્રમે 4.7 અને 4.1 ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. ત્યાર પછી અત્યાર સુધી ભૂકંપના અનેક આંચકા આવી ચૂક્યા છે. ઈજા કે નુકસાનના કોઈ અહેવાલ નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.