ETV Bharat / international

હું કાબૂલમાં રહ્યો હોત તો કત્લેઆમ થઇ જાત: અશરફ ગની

અફઘાનિસ્તાન છોડ્યા બાદ પોતાના દેશને સંબોધન કરતા સમયે રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કહ્યું, મને મારી ઈચ્છા વિરુદ્ધ દેશની બહાર મોકલવામાં આવ્યો છે. સુરક્ષાકર્મીઓની સલાહ પર દેશ છોડ્યો છે. જોકે મળતી માહીતી મુજબ અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં પોતાનું નવું ઘર વસાવ્યું છે.

અશરફ ગની
અશરફ ગની
author img

By

Published : Aug 19, 2021, 6:37 AM IST

  • હું કાબૂલમાં રહ્યો હોત તો કત્લેઆમ થઇ જાત: અશરફ ગની
  • અશરફ ગનીએ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં છે
  • મને ભાગેડું કહેનારા લોકો મારા વિશે જાણતા નથી : અશરફ ગની

અબુધાબી : અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં પોતાનું નવું ઘર વસાવ્યું છે. એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. અશરફ ગની ચાર દિવસ પહેલા કાબુલમાંથી ભાગી ગયા હતા અને સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુ ધાબીમાં સ્થાયી થયા છે.દેશ છોડ્યા બાદ પ્રથમ વખત સામે આવ્યા પછી રાષ્ટ્રપતિ અશરફ ગનીએ પોતાના દેશના નાગરિકોને સંબોધન કર્યું હતું. ગનીએ કહ્યું કે, હું મારી સુરક્ષાકર્મીઓ અને સેનાનો આભારી છું અને રૂપિયા લઈને ભાગી જવાની જે વાત કહેવામાં આવી રહી છે. તે પુરાવાવગરની વાતો છે. મને મારી ઈચ્છા વિરુદ્ધ દેશની બહાર મોકલવામાં આવ્યો છે. સુરક્ષાકર્મીઓની સલાહ પર દેશ છોડ્યો છે.

ગનીએ કહ્યું કે, મને ભાગેડું કહેનારા લોકો મારા વિશે જાણતા નથી

તેમણે વધુમાં કહ્યું કે, કોઈ મોટી ઘટના સર્જાઈ શકતી હોત અને જો હું કાબૂમાં રહ્યો હોત તો, તો કત્લેઆમ થઈ જવાનું હતું. હાલમાં સુરક્ષાના કારણોસર હું અફઘાનિસ્તાનથી દૂર છું અને જે લોકો મને જાણતા નથી તે નિર્ણયો ન કરે . તાલિબાન સાથે વાતચીતનો કોઈ મતલબ બનતો નહોતો. ગનીએ કહ્યું કે, મને ભાગેડું કહેનારા લોકો મારા વિશે જાણતા નથી. હું શાંતિથી સત્તા સોંપવા માગતો હતો. આ સંબોધન ગનીએ UAEમાંથી કર્યું હતું.

આ પણ વાંચો : અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ અને બ્રિટનના વડાપ્રધાને વાતચીત કરી

અબુધાબીમાં છે અશરફ ગની
અફઘાનિસ્તાનમાં તાલિબાનોના એન્ટ્રીને પગલે દેશ છોડીને ભાગેલા રાષ્ટ્રપતિ અશરફ ગની અબુધાબીમાં છે એ વાતની પુષ્ટી થઈ છે. અશરફ ગની કાબુલ છોડ્યા બાદ સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુધાબીમાં છે. તો કેટલીક જાણકારી એવી પણ સામે આવી હતી કે, રાષ્ટ્રપતિ તઝાકિસ્તાનથી ઓમાન ગયા છે. જોકે, આ તમામ ચર્ચાઓનો અંત આવ્યો છે અને સ્પષ્ટ થયું છે કે, અશરફ ગની અબુધાબીમાં છે.

તાલિબાન લડવૈયાઓ સામે અફઘાન સૈનિકો કંઈ કરી શક્યા નહીં

તાજેતરમાં અફઘાનિસ્તાન (Afghanistan)ની રાજધાની કાબુલમાં જે બન્યું તેના પર કોઈ વિશ્વાસ કરી શકતું નથી. તાલિબાન લડવૈયાઓ સામે અફઘાન સૈનિકો કંઈ કરી શક્યા નહીં અને પરિણામે આખો દેશ તાલિબાન દ્વારા સરળતાથી કબજે કરી લેવામાં આવ્યો. દરેક વ્યક્તિ આ રીતે અફઘાન સૈનિકોના આત્મસમર્પણથી ચોંકી જાય છે.અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને પોતે એ સ્વીકારવા તૈયાર નથી કે અમેરિકન સૈનિકો દ્વારા તાલીમ પામેલા અફઘાન સૈનિકો આ રીતે હાર માની લેશે.

આ પણ વાંચો : તાલિબાની લડવૈયાઓ વિજય બાદ એમ્યુઝમેન્ટ પાર્કમાં માણી રહ્યા છે આનંદ, વીડિયો વાયરલ

અફઘાન દૂતાવાસે અશરફ ગનીની ધરપકડ કરવાની માગ કરી
અફઘાન દૂતાવાસે ઈન્ટરપોલને પાઠવેલા સંદેશમાં જણાવ્યું કે, અશરફ ગની, હમદલ્લાહ મોહિબ અને ફજલ મહમદૂ ફાઝલીની જાહેર સંપત્તિને હડપ કરી લેવાના આરોપસર ઝડપી લેવા જોઈએ જેથી કરીને ગની હડપ કરેલી સંપત્તિ અફઘાનિસ્તાનને મળી શકે. દૂતાવાસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, ગની અને તેના સહયોગીઓ દેશમાંથી પૈસા લઇને ભાગી ગયા છે. તેથી તેમની તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ.

દેશમાંથી પૈસા લઈને ભાગી જવાનો આરોપ હતો
સ્થાનિક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે, અશરફ ગનીએ તેમની સાથે હેલિકોપ્ટરમાં પૈસા લીધા હતા.તાજિકિસ્તાનમાં અફઘાનિસ્તાનના દૂતાવાસમાં ફેરફારો દેખાવા લાગ્યા છે. અહીં અશરફ ગનીનું ચિત્ર હટાવી દેવામાં આવ્યું છે અને પોતાને કાર્યવાહક રાષ્ટ્રપતિ ગણાવતા અમરૂલ્લાહ સાલેહની તસવીર બદલવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.