યુનેસ્કોએ પત્રકારો સામે ગુનાઓ માટે મુક્તિ સમાપ્ત કરવાનો આંતરરાષ્ટ્રીય દિવસના એક દિવસ પહેલા જણાવ્યું કે, છેલ્લા 5 વર્ષમાં પત્રકારોની હત્યામાં 18 ટકાનો વધારો થયો છે. દર બે વર્ષે 2 નવેમ્બરના રોજ પત્રકારો સામે ગુનાઓ માટે મુક્તિ સમાપ્ત કરવાનો આંતરરાષ્ટ્રીય દિવસ 2019(International Day to End Impunity for Crimes Against Journalists 2019) ઉજવવામાં આવે છે.
આ રિપોર્ટમાં એમ પણ જણાવ્યું છે કે, છેલ્લા 2 વર્ષમાં પત્રકારોની હત્યાઓમાંથી 55 ટકા હત્યાઓ નોન કૉનફ્લિટ ઍરિયામાં થઈ છે. આ હત્યાઓ પત્રકારો સામે બદલાની વૃતિ સુચવે છે. જેમાં મોટા ભાગે રાજનીતિ, ગુનાઓ અને ભ્રષ્ટાચાર પર રિપોર્ટિંગના કારણે નિશાન બનાવાય છે.
યુનેસ્કોના મહાનિર્દેશક ઑડ્રે અજોલેએ જણાવ્યું કે, પત્રકારોની હત્યા માટે, એ દરેક વ્યક્તિ જવાબદાર છે, જે પત્રકારોને જોખમમાં મુકે છે, જે પત્રકારોની હત્યા કરે છે, એ દરેક જે હિંસા કરે છે, અને એ જેઓ જે હિંસા રોકવા કઈ કરતા નથી. એક પત્રકારના જીવનનો અંત સત્યની શોધનો અંત ના હોવો જોઈએ.
યુનેસ્કોએ 'કીપ ટ્રુથ અલાઈવ.કૉ' નામના સોશિયલ મિડિયા અભિયાનની જાહેરાત પણ કરી હતી. આ અભિયાનમાં સ્થાનિક વિસ્તારમાં આવનારા જોખમ અંગે સાવચેત કરે છે. માર્યા ગયેલા પત્રકારોમાંથી 93 ટકા પત્રકારો સ્થાનીક હોય છે.