પેરિસઃ શનિવારે સમગ્ર દુનિયામાં કોરોના વાયરસના કેસની સંખ્યા 1,50,000થી વધુ થઇ છે. આ જાન લેવા વાયરસથી અસરગ્રસ્ત લોકોની સંખ્યા 1,51,797 થઇ છે. જ્યારે 137 દેશમાં 5,764 મોત થયાં છે.
સમગ્ર દુનિયામાં કોરોનાની અપડેટ
- સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેજની પત્ની પણ કોરોનાથી અસરગ્રસ્ત છે.
- ચીનમાં કોરોના વાયરસના રવિવારે 20 નવા કેસ દાખલ થયા છે.
- ચીનમાં આ રોગના કારણે 10 વધુ લોકોના મોતથી મૃતકોની સંખ્યા વધીને 3,199 થઇ છે. તમામ 10 લોકોનું મોત વુહાનમાં થયું છે.
- ઈટલીની જેમ સ્પેનમાં પણ કોરોનાથી અસરગ્રસ્ત પર કાબૂ મેળવવા માટે કટોકટી લાગૂ કરવામાં આવી છે.
- ઈટલીમાં શનિવારે અસરગ્રસ્તના 3,497 નવા કેસ દાખલ થયા છે.
- સિંગાપુરમાં કોરોના વાયરસના 12 નવા કેસ આવ્યા બાદ અસરગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 212 થઇ છે.
- 12માંથી 9 દર્દી વિદેશમાં ફરવાથી અસરગ્રસ્ત થયા હતા.
- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અસરથી બચાવવા માટે વ્હાઈટ હાઉસ આવનારા દરેક વ્યક્તિના શરીરના તાપમાનની તપાસ કરવાનો નિર્ણય લીધો છે.
- રશિયાએ પણ વિદેશીઓ માટે પોલેન્ડ અને નોર્વે સાથે જોડાયેલી જમીની સરહદ બંધ કરવાનો નિર્ણય લીધો છે.
- યુરોપિયન દેશોમાં પણ કોરોના વાયરસને રોકવા માટે મોટા ભાગની દુકાનો, રેસ્ટોરન્ટ અને પબ બંધ કરવાનો આદેશ આપ્યો હતો.
- તુર્કી સાઈપ્રસના પ્રશાસને મંગળવારે કોરોના વાયરસથી અસરગ્રસ્તના પ્રથમ કેસની પૃષ્ટી કરી હતી.
- અત્યાર સુધી ત્યાં 5 નવા કેસની પૃષ્ટી થઇ છે, જેમાં 4 જર્મન પ્રવાસી છે.
- પાકિસ્તાનમાં પણ શનિવારે કોરોના વાયરસથી અસરગ્રસ્તના વધુ 2 કેસની પુષ્ટી થઇ છે.