કાતાલૂનિયાના અલગાવવાદી નેતાઓના આપસી મતભેદ વચ્ચે ચાર વર્ષોમાં રવિવારે ચોથીવાર સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. કાતાલૂનિયા મુદ્દાના કારણે ધુર દક્ષિણપંથી વોક્સ પાર્ટીનું સમર્થન વધવાની સંભાવના છે. ગત્ત એપ્રિલમાં કરેલી ચૂંટણીમાં પુરતું સમર્થન ન મળવાથી સ્પેન વડાપ્રધાને ફરીથી ચૂંટણી યોજી હતી.
ઉલ્લેખનીય છે કે, ગત્ત એપ્રિલમાં ચૂંટણી થઈ હતી, જેમાં સતાધારી સમાજવાદી પાર્ટીને(PSOE) પુરતી બહુમતી મળી નહોતી અને ગઠબંધન કરવામાં પણ અસફળ રહી હતી. ઑપિનિયન પોલ અનુસાર એવા સંકેત મળે છે કે, હાલની ચૂંટણી બાદ સ્થાયી સરકાર બનશે અને આ ગતિરોધ દુર થશે એવી કોઈ સંભાવના નથી. આંકડા મુજબ કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી રહી નથી. સમાજવાદીઓ આગળ છે, પરંતું ગત્ત ચૂંટણી કરતા ઓછા મત મળી રહ્યા છે.
કાતાલૂનિયામાં અશાંતિના માહોલ વચ્ચે ધુર દક્ષિણપંથી વોક્સ પાર્ટીનું વર્ચસ્વ વધી રહ્યું હોય તેવુ લાગી રહ્યું છે.
રિપોર્ટ મુજબ 3.7 કરોડ મતદારો 350 સાંસદો માટે મતદાન કરશે. જે સાંસદ અને 208 સેનેટરને ચૂંટશે.
વર્ષ 1978ના બંધારણ મુજબ સ્પેન લોકશાહી દેશ બન્યો હતો. તે પછી આ 14મી સામાન્ય ચૂંટણી યોજાઈ હતી.
સ્પેનમાં હાલ સતાધારી સમાજવાદી પાર્ટી(PSOE), રુઢીવાદી લોકપ્રિય પાર્ટી(PP), સેન્ટ્રલ રાઇટ-વિંગ(Ccs), યુનાઈટેડ વી કેન અને સ્પેનની નવી રાઇટ-વિંગ વોક્સ પાર્ટી તથા અન્ય પ્રાદેશિક પાર્ટીઓ પણ ચૂંટણીના મેદાન-એ જંગમાં છે.
ચૂંટણીમાં બંદોબસ્તના ભાગરૂપે 93,000 સુરક્ષાબળો ગોઠવવામાં આવ્યા છે.