ETV Bharat / international

Ukraine Russia invasion :રશિયાએ યુક્રેનના ફ્યુઅલ સપ્લાય સ્ટેશનો, એરપોર્ટ પર કર્યો હુમલો - યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી

યુક્રેનમાં (Ukraine Russia invasion) રશિયાના સ્પેશિયલ મિલિટરી ઓપરેશનને કારણે અત્યાર સુધીમાં 198 લોકોના મોત થયાના અહેવાલ છે. રશિયાએ યુક્રેનના અલગ-અલગ ઠેકાણાઓ પર હુમલા તેજ કર્યા છે. યુક્રેન અમેરિકા અને યુરોપિયન યુનિયન પાસેથી મળેલા હથિયારો અને દારૂગોળાની મદદથી રશિયાને જડબાતોડ જવાબ આપી રહ્યું છે. મળતી માહિતી મુજબ રશિયાએ યુક્રેનના એરપોર્ટ અને ફ્યુઅલ સેન્ટર (Russia Attacks Ukraine Airports And Fuel Centers) પર હુમલો કર્યો છે.

Ukraine Russia invasion :રશિયાએ યુક્રેનના ફ્યુઅલ સપ્લાય સ્ટેશનો, એરપોર્ટ પર કર્યો હુમલો

author img

By

Published : Feb 27, 2022, 1:28 PM IST

કિવઃ યુક્રેન (Ukraine Russia invasion) વિરુદ્ધ ચાલી રહેલા હુમલા દરમિયાન રશિયાએ તેના એરપોર્ટ અને ઈંધણ (Russia Attacks Ukraine Airports And Fuel Centers) સુવિધાઓને નિશાન બનાવી છે. આ હુમલાનો બીજો તબક્કો હોવાનું જણાય છે, જે તીવ્ર પ્રતિકારને કારણે ધીમો પડી ગયો છે. યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપિયન યુનિયન (United States and European Union) એ યુક્રેનને શસ્ત્રો અને દારૂગોળો પૂરો પાડ્યો છે અને રશિયાને વધુ અલગ કરવા માટે સખત પ્રતિબંધો લાદ્યા છે.

કિવના દક્ષિણમાં મોટા વિસ્ફોટો ફાટી નીકળ્યા

રવિવારે વહેલી સવારે યુક્રેનની રાજધાની કિવના દક્ષિણમાં મોટા વિસ્ફોટો ફાટી નીકળ્યા હતા કારણ કે લોકો રશિયન દળો દ્વારા મોટા હુમલાના ભયથી તેમના ઘરો, ભૂગર્ભ ગેરેજ અને ઉપનગરીય સ્ટેશનોમાં છુપાઈ ગયા હતા. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી (President Of Ukraine Volodymyr Zelensky)અને નજીકના શહેર વાસિલકીવના મેયરના કાર્યાલયે જણાવ્યું હતું કે રાજધાનીથી લગભગ 25 માઇલ દક્ષિણમાં ઝુલ્યાની એરપોર્ટ નજીક તેલના ડેપોમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: રશિયન સૈન્યએ ખાર્કિવમાં ગેસ પાઇપલાઇન ઉડાવી, પર્યાવરણીય આફતનું બની શકે છે કારણ

રશિયન દળોએ ગેસ પાઇપલાઇનમાં કર્યો વિસ્ફોટ

રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના (President Of Ukraine Volodymyr Zelensky) કાર્યાલયે જણાવ્યું હતું કે, રશિયન દળોએ દેશના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવમાં ગેસ પાઇપલાઇનમાં પણ વિસ્ફોટ કર્યો હતો. ઝેલેન્સકીએ વચન આપ્યું હતું કે, "અમે આપણા દેશને આઝાદ કરવા માટે અંત સુધી લડીશું." યુક્રેનિયન સરકારે 39 કલાકનો કર્ફ્યુ લાદ્યો છે જેથી કરીને લોકો શેરીઓમાં બહાર ન આવે, નિવેદનમાં કહેવામાં આવ્યું છે.

યુદ્ધ ચાલુ રહેશે તો સંખ્યા 40 લાખને વટાવી શકે છે : યુનાઈટેડ નેશન્સ

150,000થી વધુ લોકો યુક્રેનથી પોલેન્ડ, મોલ્ડોવા અને અન્ય દેશોમાં સ્થળાંતરિત થયા છે. યુનાઈટેડ નેશન્સે ચેતવણી આપી છે કે જો યુદ્ધ ચાલુ રહેશે તો સંખ્યા 40 લાખને વટાવી શકે છે. SUએ યુક્રેનને ટેન્ક-વિરોધી શસ્ત્રો અને નાના શસ્ત્રો સહિત $350 મિલિયન વધારાની લશ્કરી સહાય પૂરી પાડવાનું વચન આપ્યું છે.

આ પણ વાંચો: રશિયાની જીદ પાછળનું શું છે કારણ, તે કેમ પોતાની સુરક્ષા સાથે સમાધાન નથી કરી રહ્યું? જાણો નિષ્ણાતનો અભિપ્રાય

જર્મની યુક્રેનને મિસાઇલો અને ટેન્ક વિરોધી શસ્ત્રો મોકલશે

જર્મનીએ કહ્યું કે, તે યુક્રેનને મિસાઇલો અને ટેન્ક વિરોધી શસ્ત્રો મોકલશે અને રશિયન એરક્રાફ્ટ માટે તેની એરસ્પેસ બંધ કરશે.રશિયન બેંકોને ફડચામાં લેવાનો અને રશિયાની સેન્ટ્રલ બેંક સામે પ્રતિબંધિત પગલાં અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો. યુક્રેનના આરોગ્ય મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે યુદ્ધમાં ત્રણ બાળકો સહિત 198 લોકોના મોત થયા છે અને 1,000 થી વધુ લોકો ઘાયલ થયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.