ETV Bharat / international

ભારતથી કેનેડા જતી ફ્લાઈટ્સ પર લગાવેલા પ્રતિબંધને લંબાવાયો, 21 સપ્ટેમ્બર સુધી તમામ ફ્લાઈટ્સ રદ

ભારતથી કેનેડા અને કેનેડાથી ભારત આવતા પ્રવાસીઓ માટે ખરાબ સમાચાર આવ્યા છે. તેમણે હજી 21 સપ્ટેમ્બર સુધી રાહ જોવી પડશે. કારણ કે, કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી કેનેડામાં ભારતથી આવનારી તમામ ફ્લાઈટ્સ પર પ્રતિબંધને વધારી દેવામાં આવ્યો છે. આ પ્રવાસ પર પ્રતિબંધ 21 સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે.

ભારતથી કેનેડા જતી ફ્લાઈટ્સ પર લગાવેલા પ્રતિબંધને લંબાવાયો, 21 સપ્ટેમ્બર સુધી તમામ ફ્લાઈટ્સ રદ
ભારતથી કેનેડા જતી ફ્લાઈટ્સ પર લગાવેલા પ્રતિબંધને લંબાવાયો, 21 સપ્ટેમ્બર સુધી તમામ ફ્લાઈટ્સ રદ
author img

By

Published : Aug 11, 2021, 2:23 PM IST

  • ભારતથી કેનેડા અને કેનેડાથી ભારત આવતા પ્રવાસીઓ માટે ખરાબ સમાચાર
  • ભારતથી કેનેડા આવતી તમામ ફ્લાઈટ્સ 21 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે
  • કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી તમામ ફ્લાઈટ્સ બંધ કરવામાં આવી

ટોરન્ટો (કેનેડા): કેનેડાએ કોરોના મહામારીથી ઉત્પન્ન થતા જોખમના કારણે ભારતથી સીધી ફ્લાઈટ્સના આગમન પર 21 સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. સંઘીય પરિવહન મંત્રાલયે (Federal Ministry of Transportation) આ અંગે માહિતી આપી હતી. કેનેડાએ એપ્રિલમાં ભારતમાં કોરોનાની બીજી લહેરને (The second wave of the corona) ધ્યાનમાં રાખી ત્યાંથી આવનારી તમામ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ત્યારબાદ ફ્લાઈટ્સ ફરી શરૂ કરવાની તારીખને પણ 21 સપ્ટેમ્બર સુધી લંબાવી દેવાઈ છે.

આ પણ વાંચો- એર એશિયા ઇન્ડિયાએ માર્ચ 2022 સુધી શરૂ કર્યો ફ્લેશ સેલ

કેનેડાના પરિવહન પ્રધાન ઉમર અલગબરાએ ટ્વિટ કરી આપી માહિતી

કેનેડાના પરિવહન પ્રધાન ઉમર અલગબરાએ (Canada's Transport Minister Umar Alagbara) મંગળવારે ટ્વિટ કરીને કહ્યું હતું કે, કેનેડાના લોકોના આરોગ્યની રક્ષા અને તેમની સુરક્ષા કરવી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે. સાર્વજનિક આરોગ્યથી સંબંધિત આંકડાઓની સમીક્ષા કર્યા પછી અમે કેનેડા અને ભારત વચ્ચે સીધી ફ્લાઈટ્સ પર પ્રતિબંધને 21 સપ્ટેમ્બર સુધી વધારવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો- ભારતમાં 31 ઓગસ્ટ સુધી નહીં ઉડે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ

સીધા માર્ગથી ન જતા પ્રવાસીઓએ કરાવવો પડશે કોરોના રિપોર્ટ

કેનેડાના પરિવહન પ્રધાને વધુમાં કહ્યું હતું કે, કેનેડા સરકારે (Canada Government) 21 સપ્ટેમ્બર સુધી ભારતથી આવનારી ફ્લાઈટ્સ રદ કરી દીધી છે. આ સમયગાળા દરમિયાન ભારતથી કેનેડાનો પ્રવાસ કરનારા પ્રવાસીઓ કે જે સીધા માર્ગથી નથી જઈ રહ્યા. તેમને દેશ માટે પોતાનો પ્રવાસ ચાલુ રાખવા પહેલા કોઈ ત્રીજા દેશથી પ્રસ્થાન પહેલા કોરોનાનો રિપોર્ટ કરાવવો જરૂરી હશે, જેમાં સંક્રમણની પુષ્ટિ ન કરવામાં આવી હોય.

પ્રવાસીઓએ 14થી 90 દિવસની વચ્ચે કોરોનાની તપાસનો પુરાવો આપવો પડશે

જે પ્રવાસીઓમાં પહેલા કોરોનાની પુષ્ટિ થઈ છે. તેમને પ્રસ્થાનથી 14થી 90 દિવસની વચ્ચે કોરોનાની તપાસનો પુરાવો આપવો પડશે. કેનેડાનો પ્રવાસ ચાલુ રાખવા પહેલા આ પ્રમાણ કોઈ ત્રીજા દેશથી થવો જોઈએ. ઓછામાં ઓછા 14 દિવસ સુધી કોઈ ત્રીજા દેશમાં પ્રવેશ અને રોકાવું આવશ્યક થઈ શકે છે.

માલવાહક વિમાનો, મેડિકલ સામગ્રીઓ લઈ જતા આવતા વિમાનો કે સૈન્ય ફ્લાઈટ્સ પર પ્રતિબંધ નથી

એક રિલીઝ પ્રમાણે, કેનેડા સરકાર (Canada Government) મહામારીની સ્થિતિની બારિકીથી દેખરેખ કરવાનું ચાલુ રાખશે અને પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી સીધી ફ્લાઈટ્સને સુરક્ષિત પુનઃસ્થાપન માટે યોગ્ય પ્રક્રિયાઓનું પાલન સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર અને વિમાન સંચાલકોની સાથે મળીને કામ કરતી રહેશે. જોકે, આ પ્રતિબંધ માલવાહક વિમાનો, મેડિકલ સામગ્રીઓ લઈ જતા આવતા વિમાનો કે સૈન્ય ફ્લાઈટ્સ પર લાગુ નથી. તેમને બંને દેશ વચ્ચે સીધા આવવા-જવાની મંજૂરી છે. માત્ર તમામ સીધી કોમર્શિયલ અને ખાનગી પ્રવાસીઓની ફ્લાઈટ્સ રદ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.