નવી દિલ્હીઃ ભારત સહિત વિશ્વભર દેશોમાં કોરોના વાઇરસ વેક્સિનની રાહ જોઈ રહ્યાં છે, ત્યારે બ્રિટેનની ઓક્સફોર્ડ યૂનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા તરફથી એક વેક્સીન તૈયાર કરવામાં આવી છે. આ રસીનું બ્રિટનમાં ત્રીજા તબક્કાનું માનવ ટ્રાયય શરૂ થઈ ગયું છે. જો કે, આજથી ભારતમાં પણ આ રસીનું બીજા તબક્કાનું હ્યુમન ટ્રાયલ શરૂ થવા જઈ રહ્યું છે.
ઓક્સફોર્ડ યૂનિવર્સિટી તરફથી ભારતમાં આ વેક્સીનનું ટ્રાયલ-પ્રોડક્શન કરી રહેલી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ કેટલીક જગ્યાની ઓળખ કરી છે, જ્યાં આ રસીનું ટ્રાયલ થઈ શકે છે. આ માટે તમામ પ્રકારની તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. આ વેક્સિનના ડોઝ આજે મંગળવારથી માનવ ટ્રાયલ તરીકે શરૂ થવા જઈ રહ્યો છે. ICMRના અધિકારીઓના જણાવ્યાં અનુસાર આ ટ્રાયલ સાઈટ્સમાં એક સાથે શરૂ થશે.
મહત્વનું છે કે, બ્રિટનમાં આ વેક્સિનનું હ્યુમન ટ્રાયલના સારા પરિણામ જોવા મળ્યાં હતા અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારો થયો હતો. હવે ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા આ રસીનું માનવ ટ્રાયલ શરૂ કરી રહી છે. જેને દેશમાં કોવિશીલ્ડ (Covishield)નામ આપવામાં આવ્યું છે. પુણેમાં 4 ટ્રાયલ સાઈટની પસંદગી કરવામાં આવી છે. જેમાં ભારતી વિદ્યાપીઠ (ડીમ્ડ યૂનિવર્સિટી) મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, જહાંગીર ક્લીનિકલ ડેવલપમેન્ટ સેન્ટર, KEM હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર અને બીજે મેડિકલ કોલેજ, પુના અને સૈસન જનરલ હોસ્પિટલ સામેલ છે.
આ અંગે સીરમ ઇન્સ્ટિટ્યૂટે એક પ્રેસ રિલીઝમાં કહ્યું હતું કે, માનવ ટ્રાયલમાં સફળતા મળવા અને તમામ પ્રકારના રેગ્યુલેટરી એપ્રૂવલ મેળવ્યા બાદ જ વેક્સિનનું કોમર્શિયલ ધોરણે પ્રોડક્શન કરવામાં આવશે.