નવી દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં કોરોનાની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. સંક્રમિતોની સંખ્યા વધીને 14,31,706 થઇ છે. જ્યારે મરનારા લોકોની સંખ્યા વધીને 82,080 થઇ છે.
ચીનમાં ડિસેમ્બર મહિનામાં વાઇરસના સંક્રમણનો પ્રથમ કેસ આવ્યા બાદ અત્યારસુધી 200થી વધુ દેશોમાં 14,31,706 લોકોને સંક્રમણની પુષ્ટી થઇ છે. આમાં અંદાજે 3,02,150 લોકો સ્વસ્થ થયા છે.
સમગ્ર દુનિયામાં આ વાઇરસ ફેલાયો છે અને અત્યાર સુધી 82,080 લોકોનું મોત આ વાઇરસના કારણે થયું છે. જ્યારે 12 લાખથી વધુ કેસની પુષ્ટી થઇ છે, જે આવનારા દિવસોની ખરાબ સ્થિતિ દર્શાવે છે.
અમેરિકામાં 24 કલાકમાં 2000મોત
જોન્સ હોપકિન્સ યૂનિવર્સિટીએ જણાવ્યું કે, અમેરિકામાં ગત 24 કલાકમાં 2000 લોકોનાં મોત થયાં છે. કોરોના વાઇરસના સૌથી વધુ કેસ અમેરિકામાં નોંધાયા છે.
સ્પેનમાં મંગળવારે 743 મોત
સ્પેનમાં મંગળવારે સંક્રમણના કારણે 743 લોકોનાં મોત થયાં છે. સોમવારે ફ્રાન્સમાં 833 લોકોએ બીમારીના કારણે જીવ ગુમાવ્યો હતો. ઈટલીમાં મૃતકોની સંખ્યામાં ફરીથી વધારો થયો છે.
બ્રિટેનમાં 6600 મોત થઇ શકે છે
એક નવા સંશોધનમાં બ્રિટેનમાં જુલાઈ સુઘી 66,000 લોકોનાં મોતની આશંકા દર્શાવવામં આવી છે, જે ઈટલીથી ઘણી વધુ છે. 10 દિવસ અગાઉ વડાપ્રધાન બોરિસ જોનસનના સંક્રમિત થવાના સમાચાર આવ્યા હતા અને હવે તેમની તબિયત ખરાબ થવાથી તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના પ્રવક્તાએ કહ્યું કે, રાત્રિએ તેમની તબિયત સારી હતી.
સ્વીડનમાં અદાજે 600ના મોત
સ્વીડનમાં વધુ 114 લોકોનાં મોત થયાં છે. જેથી દેશમાં મરનારા લોકોની સંખ્યા 591 થઇ છે. જો કે, સ્વીડનને યુરોપના અન્ય દેશોની જેમ લોકડાઉન કરવામાં આવ્યો નથી.