હૈદરાબાદ: પત્રકાર રાણા અય્યુબને (United Nations tweete about journalist Rana Ayyub) લઈને સંયુક્ત રાષ્ટ્રે ભારતના પત્રકારને એક ટ્વિટ કર્યું છે. ભારતે આ અંગે આકરી પ્રતિક્રિયા આપી છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે, સમગ્ર મામલામાં જાણી જોઈને ટ્વિસ્ટ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેનાથી સંયુક્ત રાષ્ટ્રની છબી ખરાબ થશે.
આ પણ વાંચો: વડાપ્રધાન મોદીએ UNને આપી સલાહ, ચાણાક્ય અને રવિન્દ્રનાથ ટાગોર કર્યા યાદ- જૂઓ વીડિયો..
રાણા અય્યુબ દ્વારા લગાવેલા આરોપો પાયાવિહોણા : UN
ભારતે કહ્યું કે, રાણા અય્યુબ (allegations leveled by Rana Ayub baseless) દ્વારા લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે. તેણે ન્યાયિક દમનની વાત કરી છે, પરંતુ તેઓ એ પણ જાણે છે કે ભારતમાં કોઈપણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી. અમે અપેક્ષા રાખીએ છીએ કે રાણા અય્યુબે માહિતી રાખવી જોઈએ અને ભ્રામક માહિતી આપવાથી UNની છબી ખરાબ થશે.
આ પણ વાંચો: સુરતની ખુશી UNના એન્વાયરન્મેન્ટ પ્રોગ્રામ માટે ભારતની એમ્બેસેડર બની
UN જીનીવા નામના ટ્વિટર હેન્ડલએ ટ્વિટ કર્યું
UN જીનીવા નામના ટ્વિટર હેન્ડલએ ટ્વિટ કર્યું હતું કે, પત્રકાર રાણા અય્યુબ વિરુદ્ધ સતત મહિલા વિરોધી અને સાંપ્રદાયિક હુમલાઓની ભારતીય સત્તાવાળાઓ દ્વારા તાત્કાલિક અને સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને તેમની વિરુદ્ધ ન્યાયિક ઉત્પીડન તાત્કાલિક સમાપ્ત થવો જોઈએ.
UNનું ટ્વિટ