- પેરિસમાં વધી રહ્યો છે, ફ્રેન્ચ વાઈરસનો પ્રકોપ
- ICUમાં દર્દીઓની સંખ્યામાં ખૂબ જ વધારો
- સોમવારે નવા 4,974 દર્દીઓ દર્દીઓ ICUમાં દાખલ
પેરિસ: ગત પાનખરમાં પેરિસમાં કોરોના વાઈરસે મચાવેલા ઉત્પાતને પણ હચમચાવી દે, તેવી પરિસ્થિતિ ફરી એક વાર ફ્રાન્સમાં નોંધાઈ છે. ફ્રાન્સમાં ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દર્દીઓની સંખ્યા સોમવારે 4,974 પર પહોંચી ગઈ છે. આ આંકડાઓ ગત 16 નવેમ્બરના રોજ નોંધાયેલા ICU કેસ કરતા ઓછા છે. વધી રહેલા ફ્રેન્ચ વાઈરસના કેસને કારણે પેરિસમાં દરરોજે ICUમાં ડબલ ડિજીટમાં નવા કેસ આવી રહ્યા છે. ડોક્ટરો તટસ્થપણે કહી રહ્યા છે કે, ICU કેર માટે અન્ય દર્દીઓને દૂર રાખવા અનિવાર્ય છે.
સ્વસ્થ અને તંદુરસ્ત લોકો પણ આવી જાય છે, ચપેટમાં
નેવર્સના બર્ગન્ડી શહેરમાં આવેલી પિયરે બેરેગેવોય હોસ્પિટલના ડૉ. જેકબ બૉલઆઉટે જણાવ્યું કે, "આપણે કટોકટીની સ્થિતિમાં છીએ." તેમની હોસ્પિટલનો 12 બેડનો ઈન્ટેન્સિવ કેર વોર્ડ કોવિડ અને નોન-કોવિડ દર્દીઓ માટે રિઝર્વ રાખવામાં આવ્યો છે. જ્યારે કેટલીક મુલતવી રાખી શકાય તેવી શસ્ત્રક્રિયાઓ ફરીથી મુલતવી રાખવામાં આવી રહી છે, હોસ્પિટલો હજુ પણ કોવિડ અને નોન-કોવિડ ઇમરજન્સીની સારવાર કરી રહી છે, ફ્રાન્સમાં વર્ચસ્વ ધરાવતા વધુ ચેપી અને વધુ આક્રમક રીતે પ્રસરી રહેલા વાઈરસ અંગે ડૉ. વોલઆઉટે જણાવ્યું હતું કે, "અમે નાના અને તેમના 40 અને 50ના દાયકામાં આવેલા દર્દીઓને પણ સારવાર માટે આવતા જોઈ રહ્યા છીએ. જેમાં સ્વાસ્થ્ય સમસ્યાઓ વિનાના લોકોનો પણ સમાવેશ થાય છે. તેમણે વધુમાં કહ્યું કે, જે લોકો ખુદને નબળા ન માનતા હતા, તેમને પણ હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવી રહ્યો છે.