ETV Bharat / international

હેરી અને મેગનનું આગામી સંતાન હશે દિકરી, દંપતીએ કર્યો ખુલાસો - royal family

બ્રિટેનની મહારાણી એલિઝાબેથના પૌત્ર પ્રિન્સ હેરીની પત્ની મેગન મર્કેલે એક ઇન્ટરવ્યૂમાં શાહી પરિવાર સાથેના વિવાદો અંગે વાતચીત કરી હતી. મેગને કહ્યું હતું કે, લગ્ન કર્યા બાદ તેને આત્મહત્યા કરવા અંગે વિચાર આવવા લાગ્યા હતા. આ સાથે જ દંપતીએ ખુલાસો કર્યો કે, તેમનું આગામી સંતાન દિકરી હશે.

હેરી અને મેગનનું આગામી સંતાન હશે દિકરી, દંપતીએ કર્યો ખુલાસો

author img

By

Published : Mar 8, 2021, 12:51 PM IST

  • પ્રિન્સ હેરીની પત્ની મેગન મર્કેલનું ચોંકાવનારું નિવેદન
  • લગ્ન બાદ મને આત્મહત્યાના વિચાર આવતા હતાઃ મેગન
  • દંપતીએ ઓપરા વિનફ્રેને આપેલા ઈન્ટરવ્યુમાં કર્યા ખુલાસા

મોન્ટેસિટોઃ બ્રિટનના રાજકુમાર ડ્યૂક ઓફ સસેક્સ હેરી અને તેમની પત્ની ડચેસ ઓફ સસેક્સ મેગન મર્કેલનું બીજું સંતાન દિકરી હશે. આ અંગે દંપતીએ ખુલાસો કર્યો હતો. દંપતીએ ઓપરા વિનફ્રેને આપેલા ઇન્ટરવ્યૂમાં આ ખુલાસો કર્યો હતો. હેરી અને મેગનને એક દિકરો પણ છે, જે મે મહિનામાં બે વર્ષનો થશે. હેરીએ કહ્યું હતું કે, સંતાન તરીકે પહેલા એક દિકરો અને પછી એક દિકરી થવી આનાથી વધારે શું સારી વાત હોઈ શકે. હવે અમે એક પરિવાર છીએ.

શાહી પરિવારથી અલગ થવાનો નિર્ણય વિચાર્યા બાદ લીધોઃ પ્રિન્સ હેરી

હેરીએ તેમના અને મર્કેલને શાહી કર્તવ્ય છોડવાના નિર્ણય પર મહારાણીને ધક્કો પહોંચાડવાના સમાચારને નકારી કાઢ્યા હતા. અને જણાવ્યું હતું કે, ઘણી વાર વાતચીત કર્યા પછી આ નિર્ણય લીધો હતો. મેં મારા દાદીને કોઈ ઝટકો નથી આપ્યો. હું તેમની ઘણી ઈજ્જત કરું છું. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, તેમના પિતા પ્રિન્સ ચાર્લ્સે તેમનો ફોન ઉઠાવવાનું બંધ કરી દીધું છે. મારા પિતા અને મારો ભાઈ પણ ફસાયેલા છે. મારા ભાઈ સાથે મારા સારા સંબંધ નથી રહ્યા.

આ પણ વાંચોઃ શાહી પરિવારથી અલગ થઈ પ્રિન્સ હૈરી દુઃખી, કહ્યું- અમારી પાસે અન્ય વિકલ્પ નહોતો

મને શાહી પરિવાર વિશે એટલું જ ખબર છે જેટલું મારા પતિએ જણાવ્યુંઃ મેગન

મેગને વધુમાં ઉમેર્યું હતું કે, મને શાહી પરિવાર વિશે એટલું જ ખબર છે જેટલું મારા પતિએ મને જણાવ્યું છે. હૈરી સાથે લગ્ન કર્યા બાદ મને આત્મહત્યા જેવા વિચાર આવતા હતા. જ્યારે હું પહેલી વાર ગર્ભવતી થઈ હતી તો મારા બાળકના રંગ અંગે ઘણા પ્રશ્નો ઉઠ્યા હતા. જોકે, મેગને તે વ્યક્તિનું નામ ન લીધું જેણે તેમને આવી વાત કરી હતી.

આ પણ વાંચો : બ્રિટનમાં શાહી પરિવારની વરિષ્ઠ સભ્યતા છોડશે પ્રિન્સ હેરી અને મેગન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.