હૈદ્રાબાદ: કોરોના વાઈરસના રોગચાળોએ સમગ્ર વિશ્વમાં 40,13,896થી વધુ લોકો ચેપગ્રસ્ત છે. જ્યારે 2,76,235થી વધુ લોકો કોરોના વાઈરસના કારણે મૃત્યુ પામ્યા છે. અત્યાર સુધીમાં 13,85,412થી વધુ લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે.
![Global COVID-19 tracker](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7122895_pence.jpg)
નવા કોરોના વાઈરસના નવા કેસ મોટાભાગે હળવા અથવા મધ્યમ લક્ષણો વાળા છે. ખાસ કરીને વૃદ્ધ, વયસ્કો અને વર્તમાન આરોગ્ય સમસ્યાઓવાળા લોકો માટે કોરોના વાઈરસ વધુ ગંભીર બીમારી અથવા મૃત્યુનું કારણ બની શકે છે.