ETV Bharat / international

કોરોનાઃ બ્રિટેનમાં મોતનો આંકડો 32 હજારને પાર, યૂરોપમાં સર્વાધિક - ગ્લોબલ કોવિડ 19 ટ્રેકર

દુનિયાભરમાં કોરોના મહામારી ફેલાયેલી છે. બ્રિટેનમાં 32,375 લોકોના આ મહામારીને કારણે મોત થયા છે. હવે યૂરોપમાં સર્વાધિક મોત બ્રિટેનમાં થયા છે. તેના બાદ સર્વાધિક મોત ઇટલીમાં થયા છે.

Etv Bharat, Gujarati News, Global COVID-19 tracker
Global COVID-19 tracker
author img

By

Published : May 6, 2020, 11:31 AM IST

લંડનઃ બ્રિટેનમાં કોરોના વાઇરસ સંક્રમણથી થયેલા મોતની સંખ્યા વધીને 32,375 થઇ છે. તેની સાથે જ યૂરોપમાં આ મહામારીથી આ દેશ સર્વાધિક પ્રભાવિત સાબિત થયો છે. યૂરોપમાં આ મહામારીથી સૌથી વધુ મોત બ્રિટેન બાદ ઇટલી અને સ્પેનમાં થયા છે. તો દેશમાં આ મહામારીથી 1,94,990 લોકો સંક્રમિત થયા છે.

રાષ્ટ્રીય સાંખ્યિક કાર્યાલય (ONS)ના તાજા આંકડા બાગ બ્રિટેનમાં મૃતકોની સંખ્યા ઇટલીમાં વાઇરસથી જીવ ગુમાવનારા 29,079ના આંકડાને પણ પાર કરી ચૂકી છે.

Etv Bharat, Gujarati News, Global COVID-19 tracker
Global COVID-19 tracker

ઓએનએસના આંકડા મૃત્યુ પ્રમાણપત્ર દર્શાવવામાં આવેલા કોવિડ-19ના મોત પર આધારિત છે. જેમાં બિમારીના એવા સંદિગ્ધ કેસ પણ સામેલ છે, જેની હજુ તપાસ કરવામાં આવે છે.

ઓએનએસએ કહ્યું, 'આ આંકડાઓ મૃત્યુ નોંધાયાની તારીખ પર નહીં, મૃત્યુની તારીખ પર આધારિત છે. સામાન્ય રીતે મૃત્યુ અને તેની નોંધણી વચ્ચે ઓછામાં ઓછા પાંચ દિવસનો વિલંબ થાય છે. જે દરમિયાન, કોવિડ -19 સંક્રમણમાંથી સ્વસ્થ થતાં વડા પ્રધાન બોરિસ જ્હોનસન આ અઠવાડિયાના અંતે બ્રિટનને લોકડાઉનમાંથી બહાર લાવવા માટે એક 'વ્યાપક યોજના' રજૂ કરશે.

આ ઉપરાંત, મંગળવારે, નેશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ) એ ઇંગ્લેન્ડના આઇલ ઑફ વ્હાઇટ કાઉન્ટીથી તેની નવી વાઇરસ ડિટેક્શન એપ્લિકેશનની તપાસ કરવાની પ્રક્રિયા શરૂ કરી. આ એપ્લિકેશન એવા લોકોને ચેતવણી આપે છે જે કોરોના વાઇરસના લક્ષણો ધરાવતા કોઈની સાથે સંપર્કમાં આવ્યા છે.

ટાપુના અન્ય નાગરિકો ગુરુવારથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશે અને થોડા અઠવાડિયામાં આખા બ્રિટનના લોકો તેનો ઉપયોગ કરી શકશે.

બ્રિટનના આરોગ્ય પ્રધાન મેટ હેનકોકે કહ્યું, 'એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે તમારી જાતે, તમારા પ્રિયજનો અને સમાજનાં સ્વાસ્થ્યનું રક્ષણ કરી શકો છો. આઈલ ઑફ વિટ કાઉન્ટી જે કરે છે તે બ્રિટન અનુસરે છે. '

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.