હૈદરાબાદ: વિશ્વમાં કુલ 35,66,230થી વધુ લોકોને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો છે. જ્યારે વિશ્વભરમાં 2,48,285થી વધુ લોકોના મોત નિપજ્યા છે. અત્યાર સુધીમાં 11,54,031થી વધુ લોકો સ્વસ્થ થયા છે.
નવા કોરોના વાઈરસના કેસોમાં મોટાભાગના લોકોમાં હળવા અથવા મધ્યમ લક્ષણો જોવા મળી રહ્યા છે. વૃદ્ધ વયસ્કો અને વર્તમાન આરોગ્ય સમસ્યાવાળા લોકો માટે કોરોના વાઈરસ વધુ ગંભીર અથવા મૃત્યુનું કારણ બની શકે છે.
ન્યૂઝિલેન્ડમાં સોમવારે કોઈ નવા કોરોના વાઈરસના કેસ નોંધાયા નથી. આ બાબત કોરોના વાઈરસને દૂર કરવાના પ્રયાસની દેશની હિંમત વ્યૂહરચના દર્શાવે છે.
ચીનમાં સોમવારે કોરોના વાઈરસના 3 નવા કેસ નોંધાયા હતા. આ લોકોને વિદેશથી લાવવામાં આવ્યા હતા. ચીનમાં કોવિડ-19ના 82,880 કેસો અને 4,633 મૃત્યુ નોંધાયા છે.