હૈદરાબાદઃ ચીનના વુહાન શહેરથી ફેલાયેલા જીવલેણ કોરોના વાઇરસથી દુનિયાભરમાં 3 મેએ સવારે 10 કલાક સુધી (ભારતીય સમયાનુસાર) 2.44 લાખ લોકોના મોત થયા છે.
વિશ્વભરમાં કોરોના વાઇરસથી સંક્રમણને કારણે 2,44,778 લોકોએ જીવ ગુમાવ્યા છે. તો 34,84,176 લોકો આ વાઇરસથી સંક્રમિત છે.
આંકડા અનુસાર દુનિયાભરમાં કોરોના વાઇરસથી સંક્રમિત 10 લાખથી વધુ લોકો સ્વસ્થ પણ થયા છે. આંકડા વર્લ્ડોમીટરથી મેળવેલા છે.