રોમ/ વોશિંગ્ટનઃ સમગ્ર વિશ્વમાં કોરોનાના કહેરથી અત્યાર સુધી 53,218 મોત થયાં છે અને 1,015,877 લોકો આ વાઇરસથી સંક્રમિત છે. આ આંકડા worldometer પરથી લેવામાં આવ્યા છે, જે સમગ્ર દુનિયાના કોરોના કેસ ટ્રેક કરે છે. આ ઉપરાંત વિશ્વ આરોગ્ય સંગઠન દ્વરા જાહેર કરવામાં આવેલા આંકડા પર ધ્યાન આપવામાં આવે તો, અત્યાર સુધી 205 દેશોમાં આ મહામારીનું સંક્રમણ પહોંચ્યું છે.
યૂરોપમાં 5 લાખથી વધુ કેસની પુષ્ટિ
યૂરોપમાં કોરોના વાઇરસ સંક્રમણના 5 લાખથી વધુ કેસની પુષ્ટિ થઇ છે.
બ્રાઝીલમાં 327 લોકોનાં મોત
બ્રાઝીલમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા 6,836થી વધીને 8,066 થઇ છે. જ્યારે દેશમાં આ મહામારીમાં મરનારા લોકોની સંખ્યા 240થી વધીને 327 થઇ છે.
અમેરિકામાં 6 અઠવાડિયાની બાળકીનું મોત
અમેરિકામાં કોરોના વાઇરસના કારણે 6 અઠવાડિયાની બાળકીનું મોત થયું છે. આ જીવલેણ સંક્રમણના કારણે જીવ ગુમાવનારા લોકોમાં તેની ઉંમર સૌથી ઓછી હતી. કનેક્ટિકટ રાજ્યના ગરવર્નરે ગુરૂવારે આ માહિતી આપીને કહ્યું કે, આ વાઇરસથી કોઈ સુરક્ષિત નથી.
કનેક્ટિકટ રાજ્યમાં આ વાઇરસથી 3,557 લોકો સંક્રમિત થયા છે અને 85 લોકોનાં મોત થયાં છે, જ્યારે હજુ 766 દર્દી હોસ્પિટલાં દાખલ છે.
સિંગાપુરમં 5નાં મોત
સિંગાપુરમાં કોરોના વાઇરસના સંક્રમણના કારણે મરનારો 5મો વ્યક્તિ સામે આવ્યો છે. દેશમાં કુલ સંક્રમિત લોકોની સંખ્યા 1,049 પહોંચી છે. બુધવારે 74 નવા કેસ સામે આવ્યા હતા, જેમાં 7 ભારતીય સામેલ છે. એક દિવસમાં વધારો થનારી આ સૌથી વધુ સંખ્યા છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા 1,049 પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, 68 વર્ષીય એક વ્યક્તિનું મોત 2 એપ્રિલે થયું હતું.
મંત્રાલયે જણાવ્યું કે, 20 કેસ એવા છે, જેમણે ઓસ્ટ્રેલિયા, યૂરોપ, દક્ષિણ અમેરિકા, આફ્રીકા અને એશિયાના અન્ય ભાગમાં મુસાફરી કરી હતી. દેશમાં 24 લોકોની હાલત નાજુક છે અને તે ICUમાં છે.