પેરિસઃ યુરોપમાં કોરોના વાઇરસ મહામારીના કારણે 40,000થી વધુ લોકોનાં મોત થયાં છે. જેમાં મોટા ભાગના લોકો ઈટલી, સ્પેન અને ફ્રાન્સમાં મૃત્યુ પામ્યા છે.
એએફપીએ અધિકૃત સ્ત્રોતના આધારે આંકડા તૈયાર કર્યા છે. તે મુજબ આ મહામારીમાં યુરોપના 40,768 લોકોના મોત થયા છે.
યુરોપનો ખંડમાં આ વાઇરસના અત્યાર સુધી 5,74,525 કેસ સામે આવ્યા છે. આ ખંડ પર કોવિડ-19ની સૌથી વધુ અસર પહોંચી છે.
આ બીમારીની સૌથી વધુ અસર ઈટલી અને સ્પેનમાં થઇ છે. આ વાઇરસના કારણે અત્યાર સુધી ઈટલીમાં 14,681 અને સ્પેનમાં 10,935 મોત થયાં છે. ફ્રાંન્સમાં આ બીમારીના 5,387 દર્દીઓએ પોતાની જીવ ગુમાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિશ્વમાં કોરોનાના કહેરથી અત્યાર સુધી 60 હજારથી વધુ લોકોનાં મોત થયાં છે. આ ઉપરાંત અત્યાર સુધી 2,28,923 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
ભારતમાં પણ કોરોના વાઇરસના કેસમાં વધારો થઇ રહ્યો છે. દેશમાં પોઝિટિવ કેસનો આંકડો 2000ને વટાવી ગયો છે.