બ્રાસીલિયા: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામે બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારોના વીડિયો દૂર કરીને કહ્યું હતું કે તેઓ કોરોના વાઈરસ વિશે ભ્રમિત માહિતી ફેલાવે છે. એક દિવસ પહેલા ટ્વિટરે પણ તેના વીડિયો હટાવ્યા હતા.
ફેસબુકે એક નિવેદનમાં કહ્યું, 'અમે એવી સામગ્રીને દૂર કરી છે જે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની ઉપયોગોની શરતોનું ઉલ્લંઘન કરે છે. આ નિયમો આવી ખોટી માહિતીને મંજૂરી આપતા નથી, જે લોકોને શારીરિક નુકસાન પહોંચાડી શકે છે.
ટ્વિટરે જણાવ્યું હતું કે, આ વીડિયોને સોશિયલ નેટવર્કના નિયમોનું ઉલ્લંઘન કરવાના આધારે દૂર કરવામાં આવ્યા છે.