લંડનઃ હાલ સમગ્ર ભારતમાં ચાલી રહેલો CAA નો મુદ્દો માત્ર દેશ પુરતો સીમિત ન રહેતો વૈશ્વિક મુદ્દો બન્યો છે. આ મુદ્દો યુરોપીયન સંસદમાં પણ ઉછળ્યો છે. યુરોપીયન સંસદમાં CAA વિરુદ્ધ સંસદના સભ્યો દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવ પર ચર્ચા અને મતદાન કરવામાં આવશે. આ પ્રસ્તાવ જીયુઈ અને એનજીએલ સમુહે કર્યો હતો. જીયુઈ અને એનજીએલ એ યુરોપની રાજકીય પાર્ટીઓ છે.
સસંદમાં આ સપ્તાહની શરૂઆતમાં યુરોપીયન યુનાઈટેડ લેફ્ટ (GUE) અને નોર્ડિક ગ્રીન લેફ્ટ (NGL) પાર્ટીએ ત્યાંની સંસદમાં CAA ને લઈ એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેના પર સંસદમાં બુધવારે ચર્ચા વિચારણા અને તેના એક દિવસ પછી મતદાન કરવામાં આવશે.
આ પ્રસ્તાવમાં સંયુક્ત રાષ્ટ્રના ઘોષણાપત્ર, હ્યુમન રાઇટ્સની સાર્વત્રિક ઘોષણા (યુડીએચઆર)ની કલમ 15 ઉપરાંત, 2015માં હસ્તાક્ષર થયેલ ભારત-યુરોપીયન વ્યૂહાત્મક ભાગીદારી સંયુક્ત એક્શન પ્લાન અને માનવ અધિકાર પર યુરોપીયન ભારત સંવાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે ભારતીય અધિકારોને અપીલ કરવામાં આવી છે કે, તે CAA વિરુદ્ધ પ્રદર્શન કરતા લોકો સાથે રચમાત્મક વાર્તાલાપ કરે અને ભેદભાવપૂર્ણ CAA પર લોકોની માંગ પર વિચાર કરે.
વધુમાં આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે, 'સીએએ ભારતમાં નાગરીકતા નક્કી કરવાની પ્રક્રિયામાં મોટો બદલાવ લાવશે. જેનાથી નાગરીકતાવિહીન લોકોના સંબંધમાં આવતું સંકટ ભારતની સાથે સાથે વિશ્વમાં પણ ઉભુ થઈ શકે છે. જે માનવ પીડાનું મોટુ કારણ બની શકે છે.