નવી દિલ્હી/વોશિંગ્ટનઃ કોરોના વાઇરસે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. વિશ્વના મોટા ભાગના દેશોમાં આ વાઇરસ ફેલાય ગયો છે, અત્યાર સુધી સમગ્ર વિશ્વમાં 7,54,948 લોકો સંક્રમિત થયા છે અને 36,571 લોકોનું મોત થયા છે. આ ઉપરાંત 203 દેશમાં કોરોનાનું સંક્રમણ ફેલાયું છે.
ભારતમાં પણ કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યું છે અને મંગળવારે દેશમાં કોરોનાના 100થી વધુ નવા કેસ સામે આવ્યા છે. જેથી સંક્રમિતોની સંખ્યા વધીને 1397 થઈ ગઈ છે, જ્યારે વધુ ત્રણ દર્દીઓનું મોત થયા બાદ મૃતકોની સંખ્યા 35 થઇ છે. આરોગ્ય મંત્રાલયે મંગળવારે કહ્યું કે દેશમાં 1397 પોઝિટિવ કેસની પુષ્ટિ થઈ છે.
આ વૈશ્વિક મહામારીના કેન્દ્ર ચીનમાં અત્યાર સુધી 81,518 સંક્રમિત લોકોની પુષ્ટી કરવામાં આવી છે અને 3,305 લોકોનું આ વાઇરસની ચપેટમાં આવ્યા બાદ મોત થયું છે.
કોરોનાને લઇને સૌથી ગંભીર સ્થિતિ ઈટલી અને સ્પેન અને અમેરિકામાં છે.ઈટલીમાં મરનારા લોકોની સંખ્યા 12,000 પાર છે.