ભાવનગર: ભાવનગર શહેરમાં તેલ બજારમાં આયાતી તેલોના ભાવ દિવાળી પહેલાના વધી ગયા છે. ત્યારે સીંગતેલ અને કપાસિયા તેલની બજાર સ્થિર છે. લોકો આયાતી તેલના બદલે હવે સીંગતેલ તરફ વળી રહ્યા છે. ત્યારે મગફળીનો થયેલો જબ્બર પાકથી તેલની બજાર ઉપર શુ અસર થઈ છે. અને આગામી 2025માં તેલનો બજાર કેવો રહેવાનો છે. આ અંગે ETV BHARATએ તેલના મોટા વ્યાપારી અને લોકો સાથે વાતચીત કરી હતી.
ગયા વર્ષ કરતા કેટલો પાક વધારે: ભાવનગરના તેલના મોટા વ્યાપારી કૌશિકભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે,'આ વખતે ક્રોપ ખૂબ જ સારો થયો છે. કપાસ અને મગફળીનો ક્રોપ અંદાજિત 45 લાખ ટન જેવો મૂકી શકાય અને કપાસિયાનો ક્રોપ અંદાજિત સવા ત્રણ લાખનો છે જે ગયા વર્ષ કરતાં 15 ટકા ઓછો છે, એની સામે મગફળીનો ક્રોપ છે એ અંદાજિત 40 ટકા જેટલો ગયા વર્ષ કરતાં વધારે છે.'
ક્યાં તેલમાં ઈમ્પોર્ટ ડ્યુટી લાદતા વધ્યા હતા ભાવ: તેમણે વધુમાં જણાવ્યું હતું કે,'ભાવની અંદર જો વાત કરવામાં આવે તો ભાવનગરમાં તો હકીકતમાં આજથી દોઢ મહિના પહેલા સરકારે 20 ટકા ઇમ્પોર્ટ ડ્યુટી આયાતી તેલની અંદર વધારી છે, આયાતી તેલમાં સોયાબીન તેલ, (સનફ્લાવર) સૂર્યમુખીનું તેલનો સમાવેશ થાય છે. એમાં સરકારે 20 ટકા ઇમ્પોર્ટ ડ્યુટી વધારી. લોકલ ફાર્મરને ફાયદા માટે, ડોમેસ્ટિક સરસવનું બહુ મોટો પાક છે. આ વખતે વરસાદ ખૂબ સારો થયો હોવાથી સરસવનો પાક સારો છે, સોયાબીનનો પાક સારો છે, મગફળીનો પાક પણ સારો છે અને કપાસનો પાક પ્રમાણમાં ગત વર્ષ કરતાં ઓછો છે, પણ એ પણ સારો છે. એટલે ખેડૂતોને પ્રોટેક્શન માટે ગવર્મેન્ટ ડ્યુટી વધારવી જરૂરી હતી. અને એને હિસાબે આજે અંદાજિત ડબા ઉપર જે 20 ટકા ડ્યુટી વધારી એના હિસાબે અંદાજિત 270 થી 275 રૂપિયા જેવો ભાવ વધારો આયાતી તેલમાં થયો, અને એની સામે લોકલ ડોમેસ્ટિક માર્કેટમાં પણ એટલો જ ભાવ વધારે થયો હતો.'
આયાતી તેલમાં ભાવનું બીજું કારણ શું: કૌશિકભાઇએ વધુમાં જણાવ્યું હતું કે,'બીજું ફેક્ટર એ છે કે આપણે જે મેઇન પામોલીન તેલ આયાત કરીએ છીએ. ઇન્ડોનેશિયા અને મલેશિયાથી તો એ લોકોએ ઇન્ડોનેશીયા બાયોડીઝલની અંદર 40 ટકા પામોલિન તેલનો ઉપયોગ કરવો એવું નક્કી કર્યું છે, એટલે ત્યાંની લોકલ જે માર્કેટ છે એ અંદાજિત 150 થી 200 રૂપિયા વધી ગઇ એટલે એના હિસાબે સાડા ચારસોથી, પાંચસો રૂપિયાનો ઉછાળો આવ્યો, અને એની સામે ડોમેસ્ટિક તેલમાં ઉછાળો આવ્યો નથી.'
આગામી દિવસોમાં શું રહેશે શીંગતેલની સ્થિતિ: કૌશિકભાઈએ વધુમાં જણાવ્યું હતું કે,'દિવાળી પહેલા એટલે કે મહિના પહેલા મગફળીના તેલના ડબ્બાનો ભાવ 2700 રૂપિયા હતો. જેમાં કોઈ વધઘટ થઈ નથી. હવે આગળના ભાવ કેવા રહેશે. તો એના માટે હવે સરકારે ટેકાના ભાવે ખરીદી શરૂ કરી છે. તે ક્યા ભાવથી, કેટલી અને કેટલા ટકા ખરીદી કરે અને પછી માર્કેટમાં શું થાય એ સરકારની ખરીદી ઉપર આધાર રહે છે. અને બીજું કે દર વર્ષે ચાઇના ઇન્ડિયામાં મગફળી અને મગફળીનું તેલ ખરીદવા માટે આવે છે, તો હવે એ ચાઇનાની ખરીદી શોર્ટ ટાઈમમાં નીકળશે એવી માહિતી મળી રહી છે. તો અમારી કોમોડિટી માર્કેટની અંદર તો કદાચ ચાઇના ખરીદી કરવામાં માર્કેટમાં આવે તો કદાચ ભાવ જે છે એનો સુધારો જોવા મળે. બાકી અત્યારે હાલમાં જે ભાવ છે એની સામે મગફળી તેલના એટલો ઉછાળો નથી.'
લોકો સીંગતેલ તરફ પાછા વળશે: તેલ લેવા ગ્રાહક તરીકે આવેલા અશોકભાઈ સાથે વાત કરતા અશોકભાઈ પઢારીયાએ જણાવ્યું હતું કે, 'અમે અત્યારે સનફલાવર તેલ લેવા આવ્યા છીએ. અમે કોરોનાથી અમે સનફલાવર તેલ ખાઈએ છીએ. પહેલા સીંગતેલ ખાતા હતા. બે મહિનાથી બોવ ભાવ વધારો છે. બે મહિના પહેલા 1600 રૂપિયા હતો જે આજે 2200 રૂપિયા છે. એટલે ખૂબ જ ભાવ વધારો આવ્યો છે. હવે અમારે ફરીથી સીંગતેલ ખાવાનું શરૂ કરવું પડશે એવુ લાગી રહ્યું છે.'
આ પણ વાંચો: