ETV Bharat / state

સુરતમાં ગોઝારો ટ્રેન અકસ્માત! રોજગાર મેળવવા આવેલ ત્રણેય મિત્રોનું ટ્રેનની અડફેટે આવતા મોત - TRAIN ACCIDENT IN SURAT

સુરતના સચિન વિસ્તારમાં એક દુ:ખદ ઘટના બની છે. ભેસ્તાન સચિન રેલવે ટ્રેક પાસે ત્રણ જુવાન જોધ યુવકોનું ટ્રેનની અડફેટે આવી જતા મોત નિપજ્યું હતું.

રોજગાર મેળવવા આવેલ ત્રણેય મિત્રોનું ટ્રેનની અડફેટે આવતા મોત
રોજગાર મેળવવા આવેલ ત્રણેય મિત્રોનું ટ્રેનની અડફેટે આવતા મોત (ETV bahart Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 13, 2024, 9:34 PM IST

સુરત: સુરતના સચિન વિસ્તારમાં ટ્રેનની અડફેટે આવી જતા ત્રણ જુવાન જોધ યુવકોનું મોત થયું હતું. આ સમગ્ર ઘટના બાદ સુરત શહેરમાં ચકચાર મચી જવા પામી છે. દિવાળીના વેકેશનમાં ત્રણ યુવકો સુરતથી વતન ઉત્તર પ્રદેશ ગયા હતા. વેકેશન ખુલતાં તેઓ પરત રોજગારી માટે સુરત આવ્યા હતા. તેઓ સુરતની શિવાંજલી સોસાયટીમાં રહેતા હતા. આ ત્રણેય આકાશ, દીનું અને પ્રમોદ એક સાથે નોકરી કરવાના હતા. જો કે, તેઓ રેલવે ટ્રેક ક્રોસિંગ કરતાં ટ્રેનની અડફેટે તેમનું મોત નીપજ્યું હતું. જેને લઇને તેઓનો પરિવાર શોકમાં ડૂબી ગયો હતો.

રોજગાર મેળવવા આવેલ ત્રણેય મિત્રોનું ટ્રેનની અડફેટે આવતા મોત (ETV bahart Gujarat)

ટ્રેનની અડફેટે આવી જતા મોત: દિવાળીનું વેકેશન પૂર્ણ થયા બાદ સુરત શહેરમાં ધંધા રોજગાર મેળવવા માટે આવેલા ત્રણ યુવકો સાથે ખૂબ જ દુઃખ ઘટના બની હતી. ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાથી સુરત હજારો કિલોમીટર દૂર ધંધા રોજગાર માટે આવેલા ત્રણેય મિત્રો એક સાથે નોકરી કરવા માગતા હતા, પરંતુ એક સાથે કાળને ભેટી ગયા હતા. રાત્રિ દરમિયાન યુપીથી આવેલા 22 વર્ષીય આકાશ નિષાદ, 24 વર્ષીય દીનું નિષાદ અને 17 વર્ષીય પ્રમોદ નિષાદ રેલવે ટ્રક પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન ત્યાંથી ટ્રેન પસાર થઈ રહી હતી. જેની જાણકારી આ લોકોને થઈ નહીં અને ત્રણેય મિત્રો ટ્રેનની અડફેટે આવી ગયા હતા.

સુરતમાં ગોઝારો ટ્રેન અકસ્માત
સુરતમાં ગોઝારો ટ્રેન અકસ્માત (ETV bahart Gujarat)

ભેસ્તાન સચિન રેલવે ટ્રેક પાસે બન્યો હતો આ બનાવ: ઉત્તર પ્રદેશથી એક સાથે સુરત આવેલા ત્રણેય મિત્રો સુરતના સચિનમાં આવેલા એક જરીના કારખાનામાં નોકરી કરવા માટે જવાના હતા. પણ એ પહેલાં જ રાત્રિ વેળાએ સચિન નજીક રેલવે ટ્રેક પર તેઓ જ્યારે પસાર થઈ રહ્યા હતા, ત્યારે મોડી રાત્રે વડનગર-વલસાડ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી ગયા હતા.

આ ઘટના ભેસ્તાન સચિન રેલવે ટ્રેક પાસે બની હતી. રાત્રિ દરમિયાન આશરે 11:30 વાગ્યે આ ટ્રેન ત્યાંથી પસાર થઈ રહી હતી. રેલવે ટ્રેક ક્રોસિંગ વખતે આ ઘટના બની હતી. ત્રણેય મિત્રોનું એક સાથે ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે તેમના પરિવારને જાણ કરવામાં આવી હતી. રેલવે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. એક મિત્ર પ્રમોદની લાશ ટ્રેક નજીક આવેલા ઝાડી ઝાંખરામાં મળી આવી હતી.

આ પણ વાંચો:

  1. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ PMJAY-મા યોજનામાંથી કાયમી બ્લેકલિસ્ટઃ ડોક્ટર્સ બીજે ક્યાંય નહીં કરી શકે કામ
  2. અમદાવાદ: બોપલમાં MBA સ્ટુડન્ટના મર્ડર કેસમાં સરખેજના પોલીસકર્મીની સંડોવણી ખુલી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.