વોશિંગ્ટન : વિશ્વભરમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવતા સંક્રમણથી2,17,970 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે સંક્રમિતોની સંખ્યા 31,38,115 લોકોને પાર પહોંચી છે. જ્યારે 9,55,770 દર્દીઓ સ્વસ્થ થઇ ઘરે પરત ફર્યા છે.
વર્લ્ડોમીટરના આંકડાઓ મુજબ આ વિશ્વભરમાં કોરોના વાઇરસના 19 લાખ 64 હજાર 375 કેસ એક્ટિવ છે.
નવેમ્બરમાં ચીનના વુહાનથી શરૂ થયેલી આ મહામારીના પગલે અત્યાર સુધીમાં લાખો લોકોના મોત નિપજ્યા છે.
હાહાકાર વચ્ચે વિશ્વમાં અમેરિકામાં 59,266 લોકોના મોત થયા છે. જ્યારે સ્પેનમાં 23,822, ઇટલી 27,359, ફ્રાંસમાં 23,660, જર્મનીમાં 6314, બ્રિટનમાં 21,678 અને તુર્કીમાં 2992 લોકોના મોત થયા છે.
અમેરિકાના ન્યુયોર્કમાં કોરોના વાઇરસથી સૌથી વધુ 23,144 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 3 લાખ 1 હજાર 450 લોકો સંક્રમિત થયા છે.