લંડન: બ્રિટિશ સરકારે કહ્યું કે યુકેની હોસ્પિટલોમાં કોરોના વાઇરસથી વધુ 684 લોકોના મોત થયા છે. હાલ સંખ્યા કુલ 19,506 થઈ છે. યુકેમાં કોરોના વાઇરસથી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધી રહી છે. ઇટાલી, સ્પેન અને ફ્રાન્સ પછી બ્રિટન ચોથા ક્રમે છે. આ દરેકમાં 20,000થી વધુ લોકોના મોત નોંધાયા છે.
બ્રિટન સરકારે એમ પણ કહ્યું છે કે, દૈનિક પરિક્ષણોની સંખ્યા લગભગ 5,000 જેટલી વધીને 28,532 થઈ ગઈ છે.