ગત્ત મહિને દેશની બીજી મહિલા વડાપ્રધાન ટેરેસા મેના રાજીનામા બાદ બ્રિટને એક નવા નેતાની શોધખોળ શરૂ કરી હતી. ટેરેસા મેએ ગત્ત મહિને 7 જૂને કંઝરવેટિવ પાર્ટીના નેતા તરીકે રાજીનામુ આપ્યું હતું. જે બાદ આ શીર્ષ પદને સંભાળવાની દોડ અધિકારીક રીતે શરૂ થઇ હતી. જેમાં જૉનસન મંગળવારે દેશના નવા વડાપ્રધાન તરીકે પસંદગી પામ્યા હતા. ટેરેસા મેએ વડાપ્રધાન પદ તરીકે બ્રેગ્જિટને પાસ કરવામાં નિષ્ફળ રહેતા આ પદને છોડ્યુું હતું.
એલેક્ઝેંડર બોરિસ દે ફેફેલ જૉનસન જેમણે બોરિસ જૉનસનના નામથી પણ ઓળખવામાં આવે છે. વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ બોરિસ જૉનસન જ્યારે 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં પ્રવેશ કરશે, ત્યારે તેમની સામે બ્રેગ્જિટ વિવાદનો ખાત્મો કરવો એ સૌથી મોટી મુશ્કેલી હશે. ગત્ત મહિને બોરિસ જૉનસને કહ્યું કે, 21 ઓક્ટબર સુધી અમે પોતાના પ્લાનને કોઇપણ સંજોગોમાં પાર કરીશું.
બ્રિટેનને આ વર્ષે 31 ઓક્ટોબર સુધી યૂરોપિયન યૂનિયન (EU)થી અલગ થવાની પ્રક્રિયાને સમાપ્ત કરવી છે.
બોરિસ જૉનસન EUથી કોઇપણ ડીલ વગર બહાર નીકાળવા માગે છે, પરંતુ તેમનો આ નિર્ણય બ્રિટિશ અર્થવ્યવ્યસ્થા માટે એક ઝટકારૂપ સાબિત થઇ શકે છે. આ નિર્ણય બાદ બ્રિટેન એક ઝટકામાં દુનિયાની એક શક્તિશાળી આર્થિક સંગઠનમાંથી બહાર થઇ શકશે. દુનિયાની પાંચમી મોટી અર્થવ્યવસ્થામાં શુમાર બ્રિટેન પર તેની વ્યાપક અસર પડશે. ટીકાકારોનું કહેવું છે કે, જો બોરિસ જૉનસન આવું કોઇપણ પગલું ભરે તો દુનિયામાં આર્થિક સતા તરીકે બ્રિટેનની સ્થિતિ નબળી થઇ શકે તેમ છે.