ETV Bharat / international

વંદે ભારત મિશન: 5 દિવસમાં 31 ફ્લાઇટ્સથી 6000થી વધુ ભારતીયો વતન આવ્યાં - કોરોના વાઇરસ ન્યુઝ

એર ઇન્ડિયા અને તેની સાથે જોડાયેલી એર ઇન્ડિયા એક્સપ્રેસે વંદે ભારત અભિયાનના પ્રથમ પાંચ દિવસ દરમિયાન 31 ફ્લાઇટ્સનું સંચાલન કર્યું હતું. જે લોકડાઉનને કારણે વિદેશમાં ફસાયેલા 6,037 ભારતીયોને દેશમાં લઇ આવી હતી.

etv bharat
વંદે ભારત મિશનના પ્રથમ પાંચ દિવસ દરમિયાન 31 ફ્લાઇટ્સથી 6000થી વધુ ભારતીયોને ઘરે લાવવામાં આવ્યા.
author img

By

Published : May 13, 2020, 12:00 AM IST

નવી દિલ્હી: એર ઇન્ડિયા અને તેની સહયોગી એર ઇન્ડિયા એક્સપ્રેસે વંદે ભારત અભિયાનના પ્રથમ પાંચ દિવસ દરમિયાન 31 ફ્લાઇટ્સનું સંચાલન કર્યુ હતું. જે લોકડાઉનને કારણે વિદેશમાં ફસાયેલા 6,037 ભારતીયોને દેશમાં લાવ્યા હતા. મંગળવારે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ માહિતી આપી હતી. એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ 7 મેથી 14 મેની વચ્ચે કુલ 64 ફ્લાઇટ્સ ચલાવશે. જે 12 દેશોમાં ફસાયેલા લગભગ 15,000 ભારતીયોને પાછા લાવવામાં આવશે.

કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે 25 માર્ચથી ભારતમાં લોકડાઉન છે. આ વાઇરસ દ્વારા દેશમાં અત્યાર સુધીમાં 70 હજારથી વધુ લોકો સંક્રમણ થયા છે અને લગભગ 2290 લોકોએ જીવ ગુમાવ્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મંગળવારે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, 7મે 2020થી શરૂ થઇને પાંચ દિવસમાં વંદે ભારત મિશન અંતગર્ત એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ સંચાલિત 31 ફ્લાઇટ દ્વારા 6,037 ભારતીયોને ભારતમાં પાછા લાવવામાં આવ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.