- ગિલાનીએ શેખને માત્ર 5 વોટના અંતરથી ધૂળ ચટાડી
- સેનેટ ચૂંટણીમાં હાફીઝ શેખને 164 વોટ મળ્યા હતા
- પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ સૌથી મોટી પાર્ટી બની ઊભરી
પાકિસ્તાનઃ પાકિસ્તાનના ઉચ્ચ ગૃહ સેનેટની 37 બેઠકો માટે થયેલી ચૂંટણીના પરિણામ આવી ગયા છે. ચૂંટણી પરિણામમાં સત્તાધારી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે. જ્યારે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) બીજા નંબર પર રહી છે. સેનેટ ચૂંટણીમાં પાકિસ્તાની સૌથી હોટ સીટ ઈસ્લામાબાદથી પીટીઆઈના ઉમેદવાર રહેલા વડાપ્રધાન ઈમરાન ખાનના નેતૃત્વવાળી સરકારના કેબિનેટ પ્રધાન ડોક્ટર અબ્દુલ હાફીઝ શેખને હારનો સામનો કરવો પડ્યો હતો.
ઈમરાનના કેબિનેટ પ્રધાન ડોક્ટર શેખની હાર
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનના કેબિનેટ પ્રધાન ડોક્ટર શેખને પીપીપીની ટિકિટ પર ચૂંટણી લડેલા પૂર્વ વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીએ હરાવી દીધા હતા. ગિલાનીએ શેખને પાંચ વોટના અંતરથી મ્હાત આપી. ગિલાનીને 169 વોટ મળ્યા હતા. જ્યારે તેમના હરીફ અબ્દુલ હાફીઝ શેખને 164 વોટ મળ્યા હતા. ઈસ્લામાબાદમાં સેનેટર ચૂંટવા માટે મતદાનમાં કુલ 340 વોટ પડ્યા હતા.