- અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આત્મઘાતી હુમલો
- આત્મઘાતી હુમલામાં 30 લોકોના મોત
કાબુલ : અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શનિવારે થયેલા આત્મઘાતી હુમલામાં સ્કૂલના બાળકો સહિત 30 લોકોના મોત નીપજ્યા હતા અને 57 લોકો ઘાયલ થયા હતા. ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે આ વિસ્ફોટ પશ્ચિમ કાબુલના દશ્ત-એ-બારચી સ્થિત શિયા બહુલ વિસ્તારમાં એક શિક્ષણ કેન્દ્રની બહાર થયો હતો.
ગૃહ મંત્રાલયના પ્રવક્તા તારિક અરીયાનું નિવેદન
ગૃહ મંત્રાલયના પ્રવક્તા તારિક અરીયાને કહ્યું કે હુમલાખોર શિક્ષણ કેન્દ્રમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે સુરક્ષા ગાર્ડએ તેને અટકાવ્યો હતો. એરીયાન જણાવ્યું હતું કે, મૃત્યુઆંક વધી શકે છે કારણ કે પીડિતોના પરિવારજનો હજુ પણ વિવિધ હોસ્પિટલોમાં તેમના સંબધીઓની શોધ કરી રહ્યા છે. કોઈ પણ સંગઠનએ આ હુમલાની જવાબદારી લીધી નથી. આ બ્લાસ્ટમાં તાલિબાને પોતાના હાથ હોવાનો ઇનકાર કર્યો છે.
ઇસ્લામિક રાજ્ય સાથે સંકળાયેલા સંગઠને ઓગસ્ટ 2018માં એક શિક્ષણ કેન્દ્ર પર હુમલો કરવાની જવાબદારી લીધી હતી. જેમાં 34 વિદ્યાર્થીઓના મોત નીપજ્યા હતા.