ETV Bharat / international

તાલિબાન અને ગનીએ ઈદને ધ્યાનમાં રાખીને યુદ્ધવિરામની ઘોષણા કરી

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અને તાલિબાન દ્વારા પવિત્ર રમજાન મહિનાના અંતમાં રવિવારથી શરૂ થતી ઈદની રજાઓને ધ્યાનમાં રાખીને શનિવારે મોડી રાત્રે ત્રણ દિવસીય સંઘર્ષ વિરામની ઘોષણા કરવામાં આવી હતી.

news
news
author img

By

Published : May 24, 2020, 7:21 PM IST

કાબુલઃ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અને તાલિબાન દ્વારા પવિત્ર રમજાન મહિનાના અંતમાં રવિવારથી શરૂ થતી ઈદની રજાઓને ધ્યાનમાં રાખીને શનિવારે મોડી રાત્રે ત્રણ દિવસીય સંઘર્ષ વિરામની ઘોષણા કરવામાં આવી હતી.

તાલિબાનની ઘોષણા પછી તરત જ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ ટ્વિટર દ્વારા જાહેરાત કરી હતી કે સરકાર "શાંતિની અપીલ કરે છે."

જ્યારે અમેરિકાના શાંતિ દૂત જલમી ખલીલજાદે થોડા દિવસો પહેલા કાબુલ અને દોહાની યાત્રા કરી હતી, ત્યાર બાદ આ પગલું ભરવામાં આવ્યું છે.

ખલીલજાદેએ તેમની મુલાકાત દરમિયાન, તાલિબાન અને અફઘાન સરકાર બંનેને હિંસા ઘટાડવા અને ફેબ્રુઆરીમાં તાલિબાન સાથે યુ.એસ. શાંતિ કરારનો મુખ્ય આધાર, આંતર-અફઘાન સંવાદ તરફ આગળ વધવા વિનંતી કરી હતી.

તાલિબાનીએ યુદ્ધ વિરામની ઘોષણા કરતી વખતે તેમના નેતા વતી ઈદ-ઉલ-ફિત્રનો સંદેશ આપ્યો હતો અને કહ્યું હતું કે આતંકવાદી જૂથ શાંતિ ડીલ માટે પ્રતિબદ્ધ છે અને ઇસ્લામિક સિસ્ટમ હેઠળ મહિલાઓ અને પુરુષોના હક્કોની ખાતરી આપે છે.

તાલિબાને તેના આદેશમાં લડવૈયાઓને માત્ર લડવાનો નહીં, પણ અફઘાન રાષ્ટ્રીય સુરક્ષા દળો સાથે મૈત્રીપૂર્ણ વર્તન કરવાનો પણ આદેશ આપ્યો છે.

આની વચ્ચે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્તોનિયો ગુતારેસે આ ઘોષણાને આવકારી છે અને તમામ પક્ષોને 'આ તકનો લાભ લે અને અફઘાનિસ્તાનની આગેવાની હેઠળની શાંતિ પ્રક્રિયાને આગળ ધપાવવા' અનુરોધ કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તા સ્ટીફન દુજારીકે આ માહિતી આપી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.