બીજી તરફ એનપીએ સાથે સંબંધિત બીજા પ્રમુખ ખાતાઓ જેવા કે, IL&FSના ખાતાઓ સંબંધમાં તેમણે કહ્યુ કે, આ ખાતામાં 20 ટકા રકમની જોગવાઈ કરવામાં આવી છે. IL&FSમાં બેંકની 3,487 કરોડ રુપીયાની રકમ ફસાઈ છે.
વધુમાં તેમણે કહ્યુ કે, જેટ એરવેઝમાં ફસાયેલી અમારી રકમ એનપીએના કુલ 7 બી.પી.એસ. હોવાથી કોઈ ચિંતાની વાત નથી. વધુમાં તેમણે કહ્યુ કે, બેંકે એસ્સાર અને અન્ય બે ખાતાઓ માટે પણ 100 ટકા રકમની જોગવાઈ કરી છે.
SBIના મેનેજિંગ ડિરેક્ટર અભિજીત બસુએ જણાવ્યું કે, IL&FS માટે NPAની ઓળખ RBIના ધોરણો અનુસાર કરવામાં આવી છે. અમે તમામ હોલ્ડિંગ કંપનીઓમાં 50 ટકાની જોગવાઈ કરી છે. જેમાં 3,487 કરોડ રુપીયા ફંસાયેલા છે અને તેમાં NPAના 1,125 કરોડ રુપીયા છે.