મનિલા (ફિલિપાઇન્સ) : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ રવિવારે જણાવ્યું કે, ફિલિપાઇન્સમાં કોરોના વાયરસથી પ્રથમ મૃત્યું નોંધાયું છે, ચીનમાં 300થી વધુ લોકો માર્યા ગયા છે અને અન્ય દેશોમાં પણ આ વાયરસ ફેલાયો છે.
મનિલાની એક હોસ્પિટલમાં મૃત્યુ પામનાર આ વ્યક્તિ 38 વર્ષીય ચાઇનીઝ મહિલા સાથે ફિલિપાઇન્સ પહોંચ્યો હતો, જેણે વાયરસ માટે નિદાન પણ કરાવ્યું હતું. તે ફિલિપાઇન્સનો વાયરસનો પ્રથમ કેસ હતો અને તે હોસ્પિટલમાં સ્વસ્થ થયો હતો.
આ વ્યક્તિના મૃત્યુના સમાચાર ફિલિપાઇન્સ દ્વારા જાહેર કરવામાં આવ્યાં પછી તરત જ ચાઇનાથી કોઈપણ વિદેશી મુસાફરોના આગમનને રોકવામાં આવ્યું છે. ફિલિપાઇન્સ સરકારે નાગરિકોને મેઈલેન્ડ ચાઇના, હોંગકોંગ અને મકાઉની યાત્રા ન કરવા પણ કહ્યું છે.