મળતી માહિતી પ્રમાણે, જમીયત ઉલેમા એ ઇસ્લામના પ્રમુખ ફઝલ ઇમરાન ખાનની સરકાર વિરૂદ્ધ સંધીય રાજધાનીમાં 31 ઓક્ટોબરે માર્ચ યોજાશે. NNP પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ અને પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી (PPP) સહિત તમામ પ્રમુખ અને વિપક્ષી દળોએ પહેલાં જ વિરોધ માર્ચ માટે પોતાનું સમર્થન આપવાની જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન ઇમરાન ખાનને અંગત આવાસ ગાલામાં આ બેઠક યોજાઈ હતી. જેમાં કાનૂન વ્યવસ્થાની સ્થિતિને લઈ માર્ચ કરવા માટેની વિવિધ વિકલ્પો પર ચર્ચા થઈ હતી.
આ બેઠકમાં નિર્ણય કરાયો હતો કે, સરકાર ફઝલ સહિત બધા વિપક્ષ દળો સાથે વાતચીત કરશે. પરંતુ, વાતચીત નિષ્ફળ રહેવાથી સરકારી ઈમારતો અને મહત્વપૂર્ણ પ્રતિષ્ઠાનોની સુરક્ષાને માટે સેનાને બોલાવવામાં આવી છે.
વડાપ્રધાનના વિશેષ સહાયક ફિરદોસ આશિક આવાને જણાવ્યું હતું કે, સરકાર વાતચીતના માધ્યમથી આ મુદ્દાને સંભાળવાનો પ્રયત્ન કરી રહી છે. આમ, અનેક પ્રયાસો છતાં પાકિસ્તાન સરકાર આ આઝાદી માર્ચથી અટકાવી ન શકતાં ઈમરાન ખાને ઈસ્લામાબાદમાં સેના તૈનાત કરવાનો નિર્ણય લીધો છે.