જિનીવા: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના યુરોપના વડાએ કહ્યું છે કે આંકડા દર્શાવે છે કે આ પ્રદેશમાં કોરોના વાયરસથી પોતાનો જીવ ગુમાવનારા 95 ટકાથી વધુ લોકો 60 વર્ષથી વધુ ઉંમરના હતા. પરંતુ એવું નથી કે માત્ર આ જ ઉંમરના લોકોને વધુ જોખમ છે.
ડૉક્ટર ક્લુગે કહ્યું, "આ માન્યતા હકીકતમાં ખોટી છે કે કોવિડ -19 ફક્ત વૃદ્ધ લોકોને અસર કરે છે. યુવા લોકો પણ આ વાયરસની ઝપેટમાં આવે છે. "
ક્લુગેએ જણાવ્યું હતું કે, "કિશોરો અને 20 વર્ષની આસપાસના લોકોમાં પણ ગંભીર સંક્રમણ જોવા મળ્યા હતા અને તેમાંના ઘણાને સઘન સારવારની જરૂર હતી જ્યારે કેટલાક કમનસીબે મૃત્યુ પામ્યા હતા."