ETV Bharat / international

નેપાળના પીએમ ઓલી 15 ઓગસ્ટે કરી શકે છે પીએમ મોદી સાથે વાત

ભારત અને નેપાળ વચ્ચેની સરહદના વિવાદને લઈને સંબંધોમાં કડવાશ આવી ગઈ છે. આ દરમિયાન એવા સમાચાર મળ્યાં છે કે, નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી ભારતીય સમક્ષ નરેન્દ્ર મોદી સાથે ફોનમાં વાત કરી શકે છે. રિપોર્ટસ અનુસાર ઓલી 15 ઓગસ્ટના રોજ પીએમ મોદીને ફોન કરી શકે છે.

Oli may call PM Modi on I-Day: Reports
15 ઓગસ્ટે પીએમ મોદીને ફોન કરી શકે છે ઓલી
author img

By

Published : Aug 14, 2020, 7:07 AM IST

હૈદરાબાદ : ભારત અને નેપાળ વચ્ચેની સરહદના વિવાદને લઈને સંબંધોમાં કડવાશ આવી ગઈ છે. આ દરમિયાન એવા સમાચાર મળ્યાં છે કે, નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી ભારતીય સમક્ષ નરેન્દ્ર મોદી સાથે ફોનમાં વાત કરી શકે છે. રિપોર્ટસ અનુસાર ઓલી 15 ઓગસ્ટના રોજ પીએમ મોદીને ફોન કરી શકે છે.

કાઠમંડુથી પ્રકાશિત થતું અખબાર જનસત્તામાં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ 'ભારતના 73માં સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટના રોજ 'અમારા વડાપ્રધાન ભારતીય સમકક્ષને શુભેચ્છા પાઠવશે. બંને દ્વિપક્ષીય હિત અને પરસ્પર લાભના મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે.

આપને જણાવી દઇએ કે, નેપાળે હાલમાં એક બંધારણીય સુધારા દ્વારા દેશના રાજકીય નકશાને ફરીથી બનાવવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે. જેમાં રણનીતિક રૂપથી મહત્વપૂર્ણ લીપુલેખ, કાલાપાની અને લિમ્પીયાધુરા પ્રદેશો શામેલ છે, જે ભારતનો હિસ્સો છે.

ભારતે નેપાળના આ દાવાને ખોટો અને અસમર્થ ગણાવ્યો હતો. આ પછી રક્ષાપ્રધાન રાજનાથ સિંહ દ્વારા 8 મેના ઉત્તરાખંડના ઘારચૂલાની સાથે લીપુલેખ પાસને જોડતા 80 કિલોમીટર લાંબી વ્યૂહાત્મક માર્ગનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ ભારત-નેપાળ દ્વિપક્ષીય સંબંધો બગડ્યા હતા.

કાઠમંડુએ માર્ગના ઉદ્ઘાટન પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા દાવો કર્યો હતો કે, તે નેપાળી ક્ષેત્રથી પસાર થાય છે. જ્યારે ભારતે આ દાવાને નકારી દીધો હતો. કે, આ માર્ગ સંપૂર્ણપણે તેમના ક્ષેત્રમાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.