જિનીવા: વિશ્વ આરોગ્ય સંગઠને શુક્રવારે ચેતવણી આપી હતી કે, કોવિડ-19 રોગચાળાને નિયંત્રિત કરવા માટે લાદવામાં આવેલા પ્રતિબંધોને હટાવવાથી કોરોના વાઈરસનું જોખમવધુ ભયાવહ બની શકે છે.
UN આરોગ્ય સંસ્થાના વડા ટેડ્રોસ અધાનામ ગેબ્રેયસિયસે જીનીવામાં વર્ચુઅલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, "હાલ પરિસ્થિતીને જોતા જો લોકડાઉન હટાવવામાં આવશે તો તેનું દયનીય પરીણામ સામે આવશે. આ વૈશ્વિક મહામારી વધુ વકરશે જે લોકહિતમાં ભયાવહ સાબિત થશે."