- ટોક્યોમાં ભારે વરસાદને કારણે માટી ધસાવવાથી અનેક મકાનો ધોવાયા
- મકાનો ધોવાવવાથી 19 લોકો ગુમ થયા
- બચાવકર્તાની ટીમ તેમની શોધ કરી રહી છે
ટોક્યો (જાપાન) : જાપાનની રાજધાની ટોક્યોના પશ્ચિમી અતામી શહેરમાંમાટી ધસાવવાથી અનેક મકાનો ધોવાઈ ગયા પછી અંદાજે 19 લોકો ગુમ થયા છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી.
અઠવાડિયાની શરૂઆતથી જ જાપાનમાં ભારે વરસાદ
મધ્ય જાપાનના શિઝુઓકા પ્રીફેકચરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ઘટના આજે શનિવારે સવારે બની હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઓછામાં ઓછા 19 લોકો ગુમ છે અને બચાવકર્તા તેમની શોધ કરી રહ્યા છે. આ અઠવાડિયાની શરૂઆતથી જ જાપાનમાં ભારે વરસાદ પડી રહ્યો છે.