કાબુલઃ રાજધાની કાબુલમાં આતંકવાદી હુમલો થવાની માહિતી સામે આવી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે, આ વિસ્ફોટમાં અફ્ઘાનિસ્તાનના ઉપ રાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહના કાફલાને નિશાન બનાવવામાં આવ્યા છે. આ વિસ્ફોટમાં ઉપ રાષ્ટ્રપતિના ત્રણ અંગરક્ષક ઇજાગ્રસ્થ થયા છે અને અનેક લોકો વિસ્ફોટમાં માર્યા ગયા છે.
સાલેહના મીડિયા ઓફિસના પ્રમુખ રઝવાન મુરાદનું કહેવું છે કે, આ આતંકવાદી હુમલો નિષ્ફળ રહ્યો અને સાલેહ સુરક્ષિત અને ઠીક છે. પોતાનું નામ ન બતાવવાની શરતે સાલેહના એક સહયોગીએ જણાવ્યું કે, આત્મઘાતી હુમલાવરોએ સાલેહના કાફલાને તે સમયે નિશાન બનાવ્યો હતો, જ્યારે સાલેહ પોતાના ઘરેથી નીકળી ચૂક્યા હતા અને કામ પર જઇ રહ્યાં હતાં.
ઉપ રાષ્ટ્રપતિ જ્યારે કાર્યાલયની તરફ જઇ રહ્યા હતા, ત્યારે રસ્તામાં પુલની નીચે બોમ્બ લગાવવામાં આવ્યો હતો. આ વિસ્ફોટ એટલો તેજ હતો કે, આસપાસની દુકાનોના ગેસ સિલિન્ડર ફાટ્યા હતા. આ હુમલામાં 15 લોકોના મોત થયા છે અને 50 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ હુમલા બાદ જાહેર એક વીડિયોમાં સાલેહે કહ્યું કે, હુમલો લગભગ સવારે સાડા સાત કલાકે થયો હતો.
વધુમાં તેમણે જણાવ્યું કે, જે જગ્યા પર આત્મઘાતી હુમલો થયો, તે સાંકડો વિસ્તાર છે. સાલેહે ત્યાં ઉપસ્થિત સુરક્ષાકર્મીઓને જલ્દી જ કાર્યવાહી કરવા માટે આભાર વ્યક્ત કર્યો છે. કાબુલ અને નવી દિલ્હીમાં રાજનાયિકો અનુસાર, કાબુલમાં ઉપ રાષ્ટ્રપતિના કાફલા પર કરાયેલા હુમલાને લઇને સુકાઈની સોય હકનીના નેટવર્ક પર છે.