ન્યૂઝ ડેસ્ક: એન700એસ (અહીં એસનો અર્થ સુપ્રીમ થાય છે) જાપાનની શિન્કાન્સેન તેજ ગતિએ ચાલતી ટ્રેનની એન700 શ્રેણીમાં તાજો ઉમેરો છે. તે એન700 અને એન700એ મૉડલના પગલે આવી છે.
સમયબદ્ધતાના પાલનવાળા રાષ્ટ્ર તરીકે, નિપ્પોને એન700એસને સમયની અંદર જ તૈયાર કરીને મૂકી છે. આ પ્રારંભ હકીકતે ટોક્યો ઑલિમ્પિક્સ 2020ની સાથે થવાનું નક્કી હતું પરંતુ ઑલિમ્પિક્સને રોગચાળાના કારણે મોકૂફ રાખવી પડી.
ટ્રેન 360 કિમી પ્રતિ કલાકની ગતિ સુધીની ઝડપે દોડી શકે છે. તેની સંચાલન ગતિની મર્યાદા 285 કિમી પ્રતિ કલાક કરવામાં આવી છે. નોંધનીય લાક્ષણિકતા જોકે, તેની સુરક્ષા પ્રણાલિ છે. શિન્કાન્સેન નેટવર્કમાં ભૂકંપની વહેલી જાણ થઈ જાય તેવી પ્રણાલિ છે. ખાસ બ્રૅકવાળી પ્રણાલિથી સજ્જ, આ નવી ટ્રેનમાં ખૂબ જ ઝડપ હોય તો પણ સુરક્ષિત રીતે અને સરળ રીતે બ્રૅક વાગી શકે છે. વધુમાં, ટ્રેનમાં વિશ્વની પ્રથમ લિથિયમ આયન બેટરી સ્વસંચાલન પ્રણાલિ છે. કુદરતી આપત્તિ દરમિયાન જો વીજળી વેરણ બને તો, આ સ્વ સંચાલન પ્રણાલિ થોડા અંતર માટે ટ્રેનને ચાલવા દે છે. વધુમાં, ભૂકંપ દરમિયાન તે ટ્રેનને વધુ જોખમવાળા વિસ્તારોમાંથી, ટનલમાંથી અને પૂલ પરથી પસાર કરાવી દે છે.
ટ્રેનની આંતરિક સજ્જા પણ સુંદર છે. બેઠકો મુસાફરોને આરામદાયક રીતે વિશ્રામ કરવા મળે તેવી ખાસ ડિઝાઇનવાળી છે. દરેક બેઠકમાં સ્વતંત્ર કેન્દ્ર છે. દરેક સ્ટેશને ઉપર સામાનની જગ્યામાં લાઇટ થઈ જાય છે જે યાત્રીઓને તેમના સામાનની યાદ અપાવે છે. સરળ પ્રવાસ થાય તે માટે નવી સક્રિય સસ્પેન્શન પ્રણાલિ દાખલ કરવામાં આવી છે. દરેક કાર ડબ્બામાં વધુ કેમેરા સ્થાપિત કરાયા છે.
શિન્કાન્સેન (વાતચીતની ભાષામાં તેને 'બુલેટ ટ્રેન' તરીકે ઓળખવામાં આવે છે) નેટવર્કને નવ રેલવે લાઇન છે જે પ્રવાસીઓને સમગ્ર જાપાનાં વિવિધ દિશાઓમાં લઈ જાય છે. જાપાનની બુલેટ ટ્રેનમાં તાજો ઉમેરો એન700એસ છે જે ટોક્યોને ઓસાકા સાથે જોડે છે.
જાપાને ટોક્યોમાં 1964 ઉનાળુ ઑલિમ્પિકનું આયોજન કર્યું હતું. તે જ વર્ષે, સમયસર, ઑલિમ્પિક્સ માટે ટોક્યો શિન્કાન્સેન લાઇન શરૂ થઈ હતી. પ્રથમ શિન્કાન્સેન લાઇને મુસાફરીનો સમય ઘટાડી નાખ્યો જેના લીધે ટોક્યો અને ઓસાકા વચ્ચે દિવસની મુસાફરીઓ શક્ય બની. તેનાથી જાપાનમાં વેપાર અને જીવનની શૈલી બદલાઈ ગઈ. દ્વિતીય વિશ્વ યુદ્ધ પછી, જાપાને તેના અર્થતંત્રનું પુનઃનિર્માણ શરૂ કર્યું. હકીકતે, જાપાન વધુ ગતિવાળી રેલવે લાઇન બાંધવામાં પ્રથમ દેશ બની ગયો. આજે અનેક દેશો શિન્કાન્સેન ટૅક્નૉલૉજીના આધારે ટ્રેનો બનાવી રહ્યા છે. 1889માં ટોક્યોથી ઓસાકાની પ્રવાસી ટ્રેનમાં સાડા સોળ કલાકમાં પૂરી થતી હતી. 1965 સુધીમાં, પ્રથમ શિન્કાન્સેને આ મુસાફરીનો સમય માત્ર ત્રણ કલાક અને દસ મિનિટ કરી નાખ્યો!