અનેક સેક્ટરમાં વેપાર કરતી કંપની ITC એ દુનિયાની સૌથી મોંઘી ચોકલેટ લોન્ચ કરી છે. આ ચોકલેટની કિંમત 4.3 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. ITC એ ચોકલેટની પોતાની બ્રાન્ડ ફૈબેલ હેઠળ આ ચોકલેટને લોન્ચ કરી છે. અને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં તેને સામેલ કરવામાં આવી છે. આ પહેલા વર્ષ 2012માં ડેનમાર્કની અર્ટિસન ફ્રિર્ટ્ઝ દુનિયાની સૌથી મોંધી ઇન્ડિવિજ્યુઅલ ચોકલેટ બનાવી હતી.
આ ચોકલેટ એક લાકડીના બૉક્સમાં મળશે. જેમાં 15 ગ્રામની 15 ટ્રફલ્સ હશે. આ બૉક્સની કિંમત તમામ ટેક્સ મેળવીને 1 લાખ રૂપિયા થશે. ITCના ચીફ ઓપરેટિંગ ઓફિસર અનુજ રુસ્તગીએ કહ્યું કે, ફૈબેલમાં અમે આ દ્વારા નવું બેન્ચમાર્ક સ્થાપિત કર્યું છે. અને અમે ખુબ જ ખુશ છીએ. આમ કરી અમે ખાલી ભારતીય બજારમાં જ નહીં પણ વૈશ્વિક સ્તર પર મોટી ઉપલબ્ધિ મેળવી છે. અને અમે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધવ્યું છે.