ETV Bharat / international

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે ફરી ચીનને આપી માત - મહિલા સશક્તિકરણ

સંયુક્ત રાષ્ટ્રમાં ચીન માત આપતા ભારતે ECOSOC સાથે જોડાયેલા આયોગમાં સ્થાન મેળવી લીધું છે. આ આયોગ મહિલાઓની સ્થિતિ પર કામ કરે છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ ટી.એસ.તિરુમૂર્તિ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

સંયુક્ત રાષ્ટ્ર
સંયુક્ત રાષ્ટ્ર
author img

By

Published : Sep 15, 2020, 8:58 AM IST

વોશિન્ગટન: સંયુક્ત રાષ્ટ્રમાં ચીન માત આપતા ભારતે ECOSOC સાથે જોડાયેલા આયોગમાં સ્થાન મેળવી લીધું છે. આ આયોગ મહિલાઓની સ્થિતિ પર કામ કરે છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ ટી.એસ.તિરુમૂર્તિ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

તિરૂમૂર્તિએ કહ્યું કે, પ્રતિષ્ઠિત ECOSOCમાં ભારતે એક બેઠક જીતી લીધી છે. ભારત મહિલાઓની સ્થિતિ પર આયોગના સભ્ય તરીકે ચૂંટાયો છે. ભારતમાં મહિલાઓ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને મહિલા સશક્તિકરણ માટે કરેલી કામગીરી દર્શાવે છે.

આ વર્ષે પ્રખ્યાત બેઇજિંગ વર્લ્ડ કોન્ફરન્સની 25 મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહી છે અને આ દરમિયાન ચીનને પણ એક ઝટકો લાગ્યો છે. ભારત આગામી ચાર વર્ષ સુધી આ આયોગનો સભ્ય રહેશે.

આયોગમાં આ બેઠક મેળવવા માટે ભારત, ચીન અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો ચાલી રહ્યો હતો. ભારત અને અફઘાનિસ્તાનને મોટાભાગના 54 સભ્યોએ ટેકો આપ્યો હતો, જ્યારે ચીનને નિરાશા સહન કરવી પડી હતી. આ બેઠક પર આખરે ભારતે જીત મેળવી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.