નવી દિલ્હીઃ ગુરુવારે ભારતે પાકિસ્તાનને કહ્યું કે, કોઈ પણ શરત વગર પાકિસ્તાનની જેલમાં કેદ ભારતીય નાગરિક અને પૂર્વ નૌસેના અધિકારી કુલભૂષણ જાધવ સાથે મળવા માટે આજે બીજી વખત કોન્સ્યૂલર એક્સેસ આપ્યું છે. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયમાં ભારતીય અધિકારીએ જાણકારી આપી હતી. આ પહેલા ભારતે પાકિસ્તાને શરત વગર કુલભૂષણ જાધવ સાથે સંપર્ક કરવાની માંગ કરી હતી. પાકિસ્તાન વારંવાર ના પાડી રહ્યું છે.
ભારતને જાધવ મામલે કાનૂની વિકલ્પો પર ચર્ચા કરવાની વાત કરી હતી, ત્યારે પાકિસ્તાન તરફથી નિવેદન જાહેર થયું હતું કે, જાધવે રિવ્યું પિટિશન દાખલ કરવાનો ઈન્કાર કર્યો હતો.
કુલભૂષણ જાધવ 2016થી પાકિસ્તાનની જેલમાં કેદ છે. પાકિસ્તાનનો આરોપ છે કેસ જાધવ એક ભારતીય જાસૂસ છે. જો કે, ભારતે આ વાતને નકારી કાઢી છે. પાકિસ્તાની સેનાએ માર્ચ 2016માં જાસૂસ અને આંતકવાદીનો આક્ષેપ કરી જાધવની ધરપકડ કરી હતી. બાદમાં ફાંસીની સજા સંભળાવી હતી. જો કે, ઈન્ટરનેશન કોર્ટના દબાણથી આ ફાંસી હાલ રોકી દેવામાં આવી છે.
ભારતની પાકિસ્તાનને દરખાસ્ત, કોઈ પણ શરત વગર જાધવ સાથે વાત કરવાની તક આપોગત્ત વર્ષે જુલાઇમાં હેગ સ્થિત કોર્ટે કહ્યું હતુ કે, પાકિસ્તાને જાધવને દોષી ઠેરાવવા અને સજા પર પુનવિચારણા કરવી જોઈએ. ગત સપ્તાહે પાકિસ્તાને કહ્યું હતું જાધવને વિકલ્પ આપવામાં આવ્યા હોવા છતાં તેની સજા વિરુદ્ધ ઈસ્લામાબાદ હાઇકોર્ટમાં અપીલ દાખલ કરવાનો ઇનકાર કરી દીધો છે.