- ચીનના વિદેશ પ્રધાન વાંગ યીનું ચોંકાવનારું નિવેદન
- ભારત અને ચીને સફળ થવા એકબીજાની મદદ કરવી જોઈએ
- પૂર્વીય લદ્દાખમાં સીમા ઘર્ષણ બાદ ભારત અને ચીનના સંબંધની કરી વાત
આ પણ વાંચોઃ સ્વિઝરલેન્ડમાં જાહેર સ્થળ પર ચહેરો ઢાંકવા પર લાગશે પ્રતિબંધ
બેઈજિંગઃ ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ રવિવારે કહ્યું હતું કે, ભારત અને ચીને સીમા મુદ્દા પર એકબીજાને નુકસાન પહોંચાડવાની જગ્યાએ એકબીજાની મદદ કરવી જોઈએ. વાંગે ભારત અને ચીન સીમા વિવાદ અંગે જવાબદાર નથી તેવું કહી જણાવ્યું હતું કે, બંને દેશ મિત્ર અને ભાગીદાર છે, પરંતુ એકબીજા પર શંકા કરવાનું છોડી દેવું જોઈએ. બંને દેશે વિવાદ પર સમાધાન કરી દ્વિપક્ષીય સહયોગ અંગે વિચાર કરે.
આ પણ વાંચોઃ કમલા હેરિસે ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન સાથે કરી વાત, ચીન-મ્યાનમારના સહયોગ અંગે કરી ચર્ચા
ચીનના વિદેશ પ્રધાને ભારતના વિદેશ પ્રધાન સાથે 75 મિનીટ ટેલિફોનિક વાતચીત કરી
ચીનના વિદેશ પ્રધાને વધુમાં જણાવ્યું કે, સીમા વિવાદ તો ઈતિહાસની દેન છે. આ ભારત અને ચીન સંબંધ માટે સંપૂર્ણ જવાબદાર નથી. બંને દેશ વચ્ચે 10 તબક્કાની સૈન્ય સ્તરની ચર્ચા થઈ. ત્યારબદ પૂર્વી લદ્દાખમાં પેંગોગ ઝીલના ઉત્તરી અને દક્ષિણી તટથી સૈનિકો પરત જવાના વિષય પર કંઈ ના કહ્યું. ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરની સાથે 75 મિનીટ સુધી ટેલિફોનીક વાતચીત પછી ચીનના વિદેશ પ્રધાને આ ટિપ્પણી કરી હતી.