ETV Bharat / international

જાધવ કેસમાં સરકારે ભારતની પરિસ્થિતિ અંગે સ્પષ્ટતા કરે સરકાર: ઇસ્લામાબાદ હાઈકોર્ટ - new delhi

પાકિસ્તાનમાં કેદ થયેલા કુલભૂષણ જાધવ કેસમાં ઇસ્લામાબાદ હાઈકોર્ટે ગુરુવારે આંતરરાષ્ટ્રીય અદાલતના નિર્ણયના અમલ માટે અધિકાર ક્ષેત્ર અંગે ભારતની સ્થિતિ સ્પષ્ટ કરવા વિદેશ કચેરીને નિર્દેશ આપ્યો હતો.

જાધવ કેસમાં સરકારે ભારતની પરિસ્થિતિ અંગે સ્પષ્ટતા કરે સરકાર: ઇસ્લામાબાદ હાઈકોર્ટ

author img

By

Published : Apr 16, 2021, 7:11 AM IST

  • પાકિસ્તાને જાધવની સજાના ચુકાદા અને સજાની અસરકારક સમીક્ષા અને પુનર્વિચારણા કરવી જોઈએ
  • પાકિસ્તાને જાધવને સૈન્ય અદાલતના નિર્ણય સામે અપીલ કરવા માટે યોગ્ય મંચ પૂરો પાડવો જોઈએ
  • ન્યાયાધીશે વિદેશ કચેરીને ભારત સરકારનો સંપર્ક કરવા નિર્દેશ પણ આપ્યો

ઇસ્લામાબાદ: પાકિસ્તાન સ્થિત ઇસ્લામાબાદ હાઈકોર્ટે ગઈકાલે ગુરુવારે આંતરરાષ્ટ્રીય અદાલતના નિર્ણયના અમલ માટે કુલભૂષણ જાધવ કેસમાં અધિકારક્ષેત્ર અંગે ભારતની સ્થિતિ સ્પષ્ટ કરવા વિદેશ કચેરીને નિર્દેશ આપ્યો છે.

ભારતીય નૌકાદળના અધિકારી 50 વર્ષિય જાધવને મૃત્યુદંડની સજા સંભળાવી હતી

જાસૂસી અને આતંકવાદના દોષી ઠેરવ્યા બાદ એપ્રિલ 2017માં પાકિસ્તાનની સૈન્ય અદાલતે નિવૃત્ત ભારતીય નૌકાદળના અધિકારી 50 વર્ષિય જાધવને મૃત્યુદંડની સજા સંભળાવી હતી. હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય અદાલતે જુલાઈ 2019માં ચૂકાદો આપ્યો હતો કે, પાકિસ્તાને જાધવની સજાના ચુકાદા અને સજાની અસરકારક સમીક્ષા અને પુનર્વિચારણા કરવી જોઈએ તેમજ ભારતમાં વિલંબ કર્યા વિના રાજદ્વારી પ્રવેશ આપવો જોઈએ.

આ પણ વાંચો: કુલભૂષણ જાધવ મામલે પાકિસ્તાન મુળ મુદ્દાનું નિરાકરણ કરેઃ ભારત

પાકિસ્તાને જાધવને સૈન્ય અદાલતના નિર્ણય સામે અપીલ કરવા માટે યોગ્ય મંચ પૂરો પાડવો જોઈએ

આંતરરાષ્ટ્રીય અદાલતે પોતાના ચૂકાદામાં કહ્યું છે કે, પાકિસ્તાને જાધવને સૈન્ય અદાલતના નિર્ણય સામે અપીલ કરવા માટે યોગ્ય મંચ પૂરો પાડવો જોઈએ. પાકિસ્તાન સરકારે ગયા વર્ષે એક વિશેષ વટહુકમ બહાર પાડ્યો હતો અને ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં એક અરજી કરી હતી કે ભારત તરફથી જાધવની હિમાયત કરવામાં આવે. ઇસ્લામાબાદ હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિ આહર મિનાલ્લાહ, જસ્ટિસ આમિર ફારૂક અને ન્યાયાધીશ મિયાંગુલ હસન ઓરંગઝેબની વિશાળ બેંચ આ કેસની સુનાવણી કરી રહી છે. કોર્ટના અધિકારક્ષેત્રને પડકાર્યો અને અદાલતે વાંધા સ્પષ્ટ કરવા પ્રયાસ કર્યો.

આ મામલો ઇસ્લામાબાદ હાઈકોર્ટના અધિકારક્ષેત્રમાં આવતો નથી: ભારત સરકાર

જસ્ટિસ મીનાલ્લાએ ભારતના હાઈ કમિશનર બેરિસ્ટર શાહનવાઝ નૂનને પૂછ્યું કે, જાધવ કેસ અંગે તેમણે નવી દિલ્હીને જાણ કરી છે કે નહીં. આ તરફ વકીલે જવાબ આપ્યો કે ભારત સરકારનું મંતવ્ય છે કે, આ મામલો ઇસ્લામાબાદ હાઈકોર્ટના અધિકારક્ષેત્રમાં આવતો નથી.

આ પણ વાંચો: કુલભૂષણ જાધવ કેસમાં પાકિસ્તાન તરફથી કોઈ વાતચીત નહીં: ભારત

ભારત સરકારને આ કોર્ટની સુનાવણી અંગે ગેરસમજ

આ સમયે ઇસ્લામાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અથર મીનાલ્લાહએ ટિપ્પણી કરી હતી, 'એવું લાગે છે કે ભારત સરકારને આ કોર્ટની સુનાવણી અંગે ગેરસમજ છે. કોર્ટે કહ્યું, 'આ કેસ ફક્ત આ અદાલતના અધિકારક્ષેત્ર સાથે સંબંધિત નથી પણ આંતરરાષ્ટ્રીય અદાલતના નિર્ણયને લાગુ કરવા માટે પણ છે. ન્યાયાધીશે વિદેશ કચેરીને ભારત સરકારનો સંપર્ક કરવા નિર્દેશ પણ આપ્યો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.