હૈદરાબાદ: ચીનના વુહાન શહેરથી ફેલાયેલા જીવલેણ કોરોના વાઇરસનનો પહેલો કેસ ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં નોંધાયો હતો. 28 જુલાઈની સવાર સુધીમાં, વિશ્વભરમાં 6,55,873 લોકો મૃત્યુ થયા છે.
દુનિયાભરમાં 1,66,29,652 લોકોને કોરોના વાઇરસથી સંક્રમિત થયાની પુષ્ટિ કરવામાં આવી છે. જો કે આ આંકડા સતત બદલાતા રહે છે.માહિતી અનુસાર, કોરોના વાઇરસથી સંક્રમિત 1,02,19,261 લોકો સમગ્ર વિશ્વમાં તંદુરસ્ત બન્યા છે. વિશ્વભરમાં 57,54,518 કેસ સક્રિય છે. આ આંકડા વર્લ્ડમીટરથી લેવામાં આવ્યા છે.