હૈદરાબાદઃ કોરોના વાઈરસની વિશ્વવ્યાપી અસરની તાજી જાણકારી મુજબ, 25 માર્ચ સુધીમાં આ જીવલેણ વાઈરસથી સમગ્ર વિશ્વમાં 18,891 લોકોના મોત થયા છે. લાખોની સંખ્યામાં લોકોને આઈસોલેટેડ કરાયા છે. તબીબો રાત - દિવસ જોયા વગર લોકોની સારવાર કરી રહ્યા છે.
કોરોના વાઇરસની મહાનારી વચ્ચે 1,07,000 લોકો બિમારીમાંથી બહાર આવ્યા છે. ચીનની રાષ્ટ્રીય આરોગ્ય પંચના જણાવ્યાં મુજબ ચીનમાં નવા 47 કોવિડ-19ના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જો કે, સેન્ટ્રલ ચીનમાં કોઈ નવો કેસ પ્રકાશમાં આવ્યો નથી. આ તકે વુહાનમાં 8 એપ્રિલ સુધી લોકડાઉન કરાયું છે.
![a](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6534145_tracker.jpg)
ઈઓવા ગવર્નર રેનોલ્ડસે રાજ્યમાં કોરોના વાઈરસથી પહેલું મોત થયું હોવાની પૃષ્ટિ કરી હતી. જ્યારે પોઝિટિવ કેસની સંખ્યા 19એ પહોંચી છે.
કોરોના વાઈરસના પગલે ફાન્સમાં પણ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી.