- અફઘાનિસ્તાનમાં તાલિબાનનો પ્રકોપ યથાવત
- ફેસબૂક પર તાલિબાન અને તેના સમર્થનની પોસ્ટ પર પ્રતિબંધ
- ફેસબૂક સિવાય ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર પણ પ્રતિબંધ લદાયો
લંડન: સોશિયલ મીડિયા કંપની ફેસબૂકે કહ્યું છે કે, તેમણે પોતાના પ્લેટફોર્મ પર તાલિબાન અને તેને સમર્થન આપતી તમામ સામગ્રીને પ્રતિબંધિત કરી દીધા છે. કારણ કે, તેઓ તાલિબાનને આતંકવાદી સંગઠન માને છે.
ફેસબૂક રાખી રહ્યું છે તાલિબાની કન્ટેન્ટ પર નજર
કંપનીએ કહ્યું કે, વર્ષોથી તાલિબાન પોતાના સંદેશાઓ પ્રસરાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. જેથી તેઓ (ફેસબૂક) આતંકી સંગઠનને લગતી તમામ સામગ્રીઓ પર નજર રાખી રહ્યા છે અને તેને હટાવવા માટે અફઘાન વિશેષજ્ઞોની એક ખાસ ટીમ રાખવામાં આવી છે.