ETV Bharat / international

દક્ષિણ આફ્રિકામાં દાયકાઓ જૂના સામયિકનું પ્રકાશન થશે નહીં - સામયિક લિવિંગ એન્ડ લવિન્ગ

સામયિકોના પ્રકાશનને લઇને દક્ષિણ આફ્રિકાના ઘણાં મીડિયા સંગઠનોએ મોટો નિર્ણય લીધો છે. સંગઠનોએ આ સામયિકોનું પ્રકાશન બંધ કરવાનું નક્કી કર્યું છે. ગત અઠવાડિયે, મુખ્ય મીડિયા સંગઠન એસોસિએટેડ મીડિયા પબ્લિશિંગે લોકડાઉનને કારણે નાણાકીય અવરોધોને ટાંકીને પ્રકાશન બંધ કરી નાખ્યું હતું.

ETV BHARAT
દક્ષિણ આફ્રિકામાં દાયકાઓ જૂના સામયિકનું પ્રકાશન થશે નહીં
author img

By

Published : May 6, 2020, 4:08 PM IST

જોહાનિસ્બર્ગઃ દક્ષિણ આફ્રીકામાં ઘણા મીડિયા સંગઠનોએ મંગળવારે જાહેરાત કરી કે, તેમણે પોતાના 10 સામયિકોનું પ્રકાશન રોકવાનો નિર્ણય લીધો છે. આમાં કન્ટ્રી લાઈફ, એસ્સેનશિએલ, ફૂડ એન્ડ હોમ, રૂઈ એન્ડ બોના સામેલ છે.

કંપનીનું કહેવું છે કે, તે પ્રયાસ કરશે કે, જૂની 'ફાર્મર્સ વીકલી' અને બીજી લોકપ્રિય 'સામયિક લિવિંગ એન્ડ લવિન્ગ'નું પ્રકાશન ન રોકવામાં આવે. આના માટે તે અન્ય પ્રકાશકો સાથે ચર્ચા કરશે.

કોક્સટને એક નિવેદનમાં કહ્યું કે, કોવિડ-19થી સંભવિત લાંબા ગાળાની અસરોને કારણે મહેસૂલ સ્તરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ સાથે જ સામયિકોનો વપરાશ પણ ઘટ્યો છે. જેથી નાના અને લાંબા સમયમાટે વેપાર શરૂ રાખવા તે અસક્ષમ છે.

દક્ષિણ આફ્રીકામાં કોક્સટન બીજૂં મીડિયા સંગઠન છે, જેમણે સામયિકોનું પ્રકાશન થતાં રોક્યું છે.

ગત અઠવાડિયે, મુખ્ય મીડિયા સંગઠન એસોસિએટેડ મીડિયા પબ્લિશિંગે લોકડાઉનને કારણે નાણાકીય અવરોધોને ટાંકીને પ્રકાશન બંધ કરી નાખ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.